1 એપ્રિલથી મોંઘવારીની થપ્પડ ખાવા તૈયાર થઇ જાઓ કારણકે આટલી બધી વસ્તુ…
એક એપ્રિલ 2021 થી નવા નાણાકીય વર્ષની શરૂઆત મોંઘવારીના આંચકા સાથે થઇ રહી છે. તમારી જરૂરિયાત અને રોજિંદા ઉપયોગમાં આવનાર ઘણી વસ્તુઓ એપ્રિલથી મોંઘી થઇ જશે. દૂધથી માંડીને હવાઇ સફર સુધી બધુ મોંઘુ થઇ જશે. કારની સવારી મોંઘી થશે તો સ્માર્ટફોન ખરીદવો પણ મોંઘો થઇ જશે.

પેટ્રોલ-ડીઝલમાં ગત મહિને સતત ભાવ વધારો થયા બાદ હવે 1 એપ્રિલથી દૂધ, AC, પંખો, ટીવી, સ્માર્ટફોન્સના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. તો બીજી તરફ હવાઈ યાત્રાથી લઈને ટોલ ટેક્સ અને વીજળી બિલમાં પણ વધુ પૈસા ચૂકવવા પડશે.

1 એપ્રિલથી AC કંપનીઓના ભાવમાં વધારો કરવાનો પ્લાન કરી રહી છે. કંપનીઓ ક્રૂડ ઓઇલની કિંમતો વધતાં એસીની ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. હવાઈ મુસાફરી કરવા માટે આપે હવે વધારે પૈસા ખર્ચવા પડશે. સરકારે ઘરેલૂ ઉડાનના ભાડામાં ઓછામાં ઓછા 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. 1 એપ્રિલથી એવિએશન સિક્યોરિટી ફી વધારવાના છે.

એક એપ્રિલથી ટીવીની કિંમતોમાં બે હજારથી ત્રણ હજાર સુધીનો વધારો થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનામાં ટીવીના ભાવ ત્રણથી ચાર હજાર સુધી વધી ચુક્યા છે. જેથી ટીવી ઉત્પાદકોએ ટીવીને પણ PLI સ્કીમ અંતર્ગત લાવવા માંગ કરી છે.

દૂધના ભાવમાં વધારો થઇ શકે છે ખેડૂતોએ કહ્યું કે તે દૂધના ભાવ 3 રૂપિયા વધારીને 49 રૂપિયા પ્રતિ લીટર કરવાની જાહેરાત કરી છે. દૂધના નવા ભાવ 1 એપ્રિલથી લાગૂ થઇ જશે. જોકે ખેડૂતોની ચેતાવણી હતી તે દૂધના ભાવ 55 રૂપિયા પ્રતિ લીટર કરી દેશે. પરંતુ આટલો વધારો કરવામાં નહી આવે. 1 એપ્રિલથી 49 રૂપિયા પ્રતિ લીટર દૂધ મળશે.