ફક્ત 7500 રૂપિયામાં ભગાવો ભૂત-પ્રેત ગેરેન્ટી સાથે, આ ઢોંગી બાબા એ લગાવ્યો હતો કેમ્પ, આ રીતે થયો પછી તેના પાખંડનો પર્દાફાશ

આપણા દેશની અંદર આજે પણ મોટાભાગના લોકો અંધશ્રદ્ધાની અંદર વિશ્વાસ કરે છે, ભૂત પ્રેતમાં પણ માને છે અને જેના માટે તેઓ ઢોંગી બાબાઓના આશરે પણ જતા હોય છે, આવા ઘણા ઢોંગી બાબાઓના પર્દાફાશ થતા આપણે જોઈએ છીએ.

ત્યારે હાલ આનું જીવતું જાગતુ એક ઉદાહરણ મધ્ય પ્રદેશના રાજગઢમાંથી સામે આવ્યું છે. જ્યાં એક ઢોંગી બાબા તંત્ર મંત્ર દ્વારા ભૂત પ્રેતથી છુટકારો અપાવવાનો દાવો કરી રહ્યો હતો.

રાજગઢ જિલ્લાના કુરાવર નગરથી 4 કિલોમીટર દૂર ઔદ્યોગિક ક્ષેત્ર પીલુખેડીમાં અંધવિશ્વાસનું અનોખું નાટક ચાલી રહ્યું હતું. અહીંયા મહારાષ્ટ્રથી આવેલા એક બાબા પ્રેમ સાઈએ 14 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી પોતાનો પંડાલ લગાવી રાખ્યો હતો.

મહારાષ્ટ્રથી આવેલા આ બાબાએ તંત્ર મંત્ર દ્વારા લોકોને ખરાબમાં ખરાબ ભૂતથી પણ છુટકારો અપાવવાની ગેરેન્ટી લઇ રહ્યો હતો. સતત 5 દિવસ સુધી આ બાબાએ પોતાના અંધવિશ્વાસનો ખેલ ચાલુ રાખ્યો.

આ પાંખડી બાબાનો દરબાર લાગવાની સાથે જ અહીંયા આસપાસના ગામોના હજારો લોકો ભેગા થઇ ગયા. જેમાં ઘણા પુરુષો અને મહિલાઓ પણ પોતાની સમસ્યાઓ લઈને આવવા લાગી. ત્યારબાદ તે ઢોંગી બાબા તંત્ર મંત્ર દ્વારા ભૂત ભગાવવાનું નાટક કરવા લાગ્યો.

આ ઢોંગી બાબાએ પોતાના દરબારમાં આવવા માટેની એન્ટ્રી ફી 7500 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખી હતી. જેને વસૂલવા માટે બાબાએ પોતાના પંડાલમાં એક અલગ કાઉન્ટરની પણ વ્યવસ્થા કરી હતી.

બાબાએ ગામની અંદર સુદર્શન યજ્ઞ કરવાની પરવાનગી લઈને ભવ્ય દરબાર લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે જે પણ લોકો અને મહિલાઓને ભૂત પ્રેત દેખાવવા અને હોવાની સમસ્યા છે તે તેને તરત જ દૂર કરી દેશે.

પાંચ દિવસ બાદ જયારે રાજગઢ પ્રસાશનને આ વાતની જાણકારી મળી ત્યારે 18 ફેબ્રુઆરીએ પંડાલમાં પોલીસને મોકલવામાં આવી. પોલીસે ભૂત-પ્રેતના નામ ઉપર પૈસા પડાવી રહેલા તે ઢોંગી બાબાનો તંબુ ઉખેડાવ્યો. પરંતુ ઢોંગી બાબા પોતાના સાથીઓ સાથે ત્યાંથી ફરાર થઇ જવામાં સફળ રહ્યો.

Niraj Patel