પ્રિતી ઝિંટાનું દેશ જ નહિ વિદેશોમાં પણ છે આલીશાન ઘર, કરોડોની માલકિન છે પ્રિતી ઝિંટા જુઓ તસવીરો

વિદેશીને પરણીને આવી જાહોજલાલી વાળી જિંદગી જીવે છે પ્રીતિ, જુઓ PHOTOS

બોલિવુડની ડિંપલ ગર્લ પ્રિતી ઝિંટા ઘણા સમયથી બોલિવુડથી દૂર છે. પરંતુ તે આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબની માલકિન હોવાથી ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. 45 વર્ષિય પ્રિતી લગ્ન બાદ પતિ જીન ગુડએનએફ સાથે અમેરિકામાં રહે છે. પરંતુ તે ઘણીવાર મુંબઇ પણ આવતી રહેતી હોય છે.

પ્રિતી ઝિંટાનો જન્મ શિમલાના હસીં વાદિયોમાં થયો હતો. તે તેની સ્માઇલ અને તેના ડિંપલને કારણે આજે પણ ચાહકોના દિલમાં વસે છે. આઇપીએલ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સફળ કરિયરને કારણે તેણે એક નહિ પરંતુ ત્રણ મોટી પ્રોપર્ટી તેના નામે કરી છે.

તમને જણાવી દઇએ કે, પ્રિતી ઝિંટાનું શિમલા અને મુંબઇમાં જ નહિ પરંતુ લોસ એંજલ્સમાં પણ ખૂબ જ મોંધુ અને આલીશાન ઘર છે.

પ્રિતી ઝિંટાનું પુશ્તૈની ઘર શિમલામાં છે.શિમલામાં તેના એક નહિ પરંતુ બે ઘર છે. બીજુ ઘર તેણે બનાવ્યુ છે. પ્રિતીએ શિમલામાં એક ખૂબસુરત ઘર બનાવ્યુ છે. વર્ષ 2008માં એક ઇન્ટરવ્યુ દરમિયાન પ્રિતીએ જણાવ્યુ હતુ કે, તે હંમેશાથી ઇચ્છતી હતી કે તેનું તેના હોમટાઉન શિમલામાં એક ઘર હોય. પરંતુ તેનું પુશ્તૈની ઘર ઘણી ભીડભાડવાળી જગ્યા પર છે તે બાદ તેણે તેનું નવું ઘર બનાવડાવ્યુ હતું.

કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન પ્રિતી ભારત આવી હતી અને તેણે આ જ ઘરમાં સમય વિતાવ્યો હતો અને તેણે અહીં હાઇકિંગ પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)

પ્રિતીનો લોસ એંજલ્સમાં બંગલો છે. લગ્ન બાદ તે જ પ્રિતીનું ઘર બની ગયુ છે. તે ત્યાં તેના પતિ અને તેના પેટ સાથે રહે છે. પ્રિતીનું લોસ એંજલ્સ વાળું ઘર ઘણુ મોંઘુ છે. આ ઘરને પ્રિતીએ મોર્ડન અને મિનિમલ અપ્રોચથી ડેકોરેટ કર્યુ છે. પ્રિતીએ આ બંગલાને 33 કરોડમાં ખરીદ્યુ હતું. આ બંગલો બેવર્લી હિલ્સમાં છે.

બેવર્લી હિલ્સમાં પ્રિયંકા ચોપડા-નિક જોનસ, સની લિયોની અને શાહરૂખ ખાનના પણ બંગલા છે. પ્રિતીનો બંગલો ઘણો આલીશાન છે. તેના આ ઘરમાં 6 મોટા મોટા રૂમ, સ્વમિંગ પુલ, મોટું ગાર્ડન પણ છે. પ્રિતી તેના ગાર્ડનમાં ઘણી શાકભાજી પણ ઉગાડે છે.

પ્રિતીનું મુંબઇમાં પણ એક ઘર છે. પ્રિતીનું આ ઘર કરણ જોહર અને પરિણીતિ ચોપડાની બિલ્ડિંગમાં છે. પ્રિતીએ તેના કરિયરનો ઘણો સમય અહીં વિતાવ્યો છે અને લગ્ન પહેલા પ્રિતી અહીં જ રહેતી હતી. પ્રિતીનો આ ફ્લેટ ઘણો મોંઘો છે. આની કિંમત લગભગ 25 કરોડ આસપાસ છે. મુંબઇ વાળા ઘરમાં ઘણીવાર પ્રિતી મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરે છે.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2016ની શરૂઆતમાં પ્રિતીએ તેનાથી લગભગ 10 વર્ષ નાના અમેરિકાના જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા હતા. પ્રિતી અને જીને 29 ફેબ્રુઆરીના રોજ લોસ એંજલ્સમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 6 મહિના બાદ તેના લગ્નની તસવીરો સામે આવી હતી.

પ્રિતીએ તેના કરિયરની શરૂઆત જાહેરાતોથી કરી હતી. વર્ષ 1997માં એક ઓડિશન દરમિયાન શેખર કપૂરે પ્રિતીને જોઇ અને તેને અભિનેત્રી બનવાની સલાહ આપી.

શેખર કપૂર પ્રિતી અને ઋતિક રોશનને લઇ “તારા રમ પમ” બનાવવાના હતા પરંતુ તે કેન્સલ થઇ ગઇ. તે બાદ પ્રિતીએ કુંદન શાહની ફિલ્મ “કયા કહેના”માં કામ કર્યુ પરંતુ આ ફિલ્મ બે વર્ષ સુધી અટકી રહી. આ દરમિયાન પ્રિતીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી જેમાં “દિલ સે” અને “સોલ્જર” જેવી ફિલ્મો સામેલ હતી.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)

Shah Jina