સુરતની મહિલા 7 વર્ષ બાદ બની હતી ગર્ભવતી અને લાગી ગયું કોરોનાનું સંક્ર્મણ, 90% જેટલું ફેફસામાં હતું ઇન્ફેક્શન… પછી….

ભયંકર કોરોનાના હાહાકાર વચ્ચે આ સ્ટોરી વાંચી લો…નીડર બની જશો

દરેક સ્ત્રી માટે માતા બનવાનું સપનું ખુબ જ ખાસ હોય છે. પરંતુ ઘણીવાર ઘણી સ્ત્રીઓના નસીબમાં આ સુખ નથી આવતું. અને આવે છે તો પણ તકલીફો સાથે આવે છે. આવું જ કંઈક બન્યું છે સુરતની દૃષ્ટિ ચૌહાણ સાથે. જે સાત વર્ષ બાદ ગભર્વતી બનવાનું સુખ માણી રહી હતી પરંતુ અચાનક જ તે પણ કોરોના સંક્રમણનો શિકાર બની ગઈ.

કોરોના સંક્રમિત થા જ દૃષ્ટિને સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં તેની તબિયત વધારે ખરાબ થઇ ગઈ હતી અને ઓક્સિજન લેવલ પણ ઓછું થઇ ગયું હતું. જેના કારણે તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી. તેના ફેફસાની અંદર 90 ટકા જેટલું સંક્ર્મણ હતું.

દૃષ્ટિ ગર્ભવતી હતી. જેના કારણે ઘણી સમસ્યાઓ તેની સામે હતી. છતાં પણ તેની હિંમત અને કોરોના સામે જંગ જીતવા માટેની ઇચ્છા શક્તિ તેમજ ડોક્ટરોની મહેનત રંગ લાવી અને રવિવારના રોજ દૃષ્ટિએ કોરોના સામેનો જંગ જીત્યા બાદ કિરણ હોસ્પિટલમાંથી રજા લીધી.

આ બાબટે દૃષ્ટિએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, “‘હું કમ્પ્યુટર એન્જિનિયર છું. મારી ઉંમર 37 વર્ષની છે. મારા ફેમિલીને કોરોના થયો હતો. મારો 7 મહિનો ચાલતો હતો. મને ડર હતો કે, મને કોરોના ન થાય, કારણ કે મને 7 વર્ષ પછી પ્રેગ્નન્સી રહી હતી. જેથી કોરોનાનો ડર મને વધારે સતાવી રહ્યો હતો. પહેલા તાવથી શરૂઆત થઈ હતી એટલે ત્રણ દિવસ સુધી હું ક્વોરન્ટાઇન પરંતુ મારી તબિયત વધારે ખરાબ થતાં હું એમ્બ્યુલન્સથી કિરણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ઓક્સિજન લેવલ એકદમ ઓછું થઈ ગયું હતું અને મારા ફેફસાં 90 ટકા સુધી ડેમેજ થઈ ગયા હતાં. 7 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.”

વધુમાં દૃષ્ટિએ જણાવ્યું હતું કે, ” હું વેન્ટિલેટર પર હતી ત્યારે મારી આસપાસ શું થઈ રહ્યું હતું તે મને કંઈ જ ખબર ન હતીં. બાદ ખબર પડી કે, મારી આસપાસ શું થઈ રહ્યું છે. મને મારા કરતાં પણ મારા ગર્ભમાં રહેલા બાળકની વધારે ચિંતા થતી હતી. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવાની અસર પણ બાળક પર ન થાય તેની હું કાળજી રાખી રહી હતી. ડોક્ટરો પણ એ જ રીતે મારી ટ્રીટમેન્ટ કરી રહ્યા હતાં. ત્યારે થતું હતું કે મારું શું થશે કારણ કે મારા ગર્ભમાં એક બાળક પણ હતું. જો મને કંઈ થાય તો મારા બાળકને પણ અસર થાય એમ હતી. મારા મગજમાં સતત મારા ગર્ભમાં રહેલા બાળક વિશે જ આવી રહ્યા હતાં. પરંતુ ભગવાન અને ડોક્ટરનો આભાર કે, મને આ ગંભીર પ્રકારની બિમારીમાંથી બહાર કાઢી. ડો.હરદીપ મનિઆરે મને બચાવી લીધી. 15 દિવસ પછી મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.”

(સાભાર: દિવ્ય ભાસ્કર)

Niraj Patel