પ્રેગ્નેન્સીના છેલ્લા સમયમાં ડાન્સ કરતા જોવા મળી કરીના કપૂર, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

ડાન્સ કરતા જ ટ્રોલ થઇ કરીના ખાન, જુઓ

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કરીના કપૂર હાલ પોતાની બીજી પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે. કરીના કપૂર પોતાની પ્રેગ્નેન્સીમાં પોતાના શરીરની જાળવણી સાથે મજા કરતી પણ નજર આવે છે. તે યોગા દ્વારા પણ પોતા રાખવાના પ્રયત્નો કરતી રહે છે. હાલ કરીનાનો પ્રેગ્નેન્સીમાં એક ડાન્સ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

કરીનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર પોતાનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. વીડિયોની અંદર તે ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયોની અંદર કરીના એ નેક ફૂલ સ્લીવ્સ ટોપ અને રોજ ગોલ્ડ સ્કર્ટ પહેરીની ડાન્સ કરતી જોવા મળી રહી છે.

કરીનાના વિશે જો વાત કરવામાં આવે તો તેને થોડા સમય પહેલા જ આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ઉપરાંત તે ઘણી બ્રાન્ડ માટે પણ પ્રમોશન કરતી નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Yianni Tsapatori (@yiannitsapatori)

Niraj Patel