કારમાં રસ્તા પર અર્ધનગ્ન થઇ એકબીજાને બીયરથી નવડાવી રહ્યા હતા નશામાં ધૂત યુવકો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંના કેટલાક ફની હોય છે તો કેટલાક ચોંકાવનારા. હાલમાં એક ચોંકાવનારો વીડિયો યુપીના પ્રયાગરાજમાંથી સામે આવ્યો છે. આ વીડિયોમાં કેટલાક યુવકો હંગામો મચાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે યુવકો સંપૂર્ણપણે નશામાં છે અને કારનું સનરૂફ ખોલીને મસ્તી કરી રહ્યા છે.

યુવાનો રાતના અંધારામાં કારનું સનરૂફ ખોલીને હંગામો મચાવી રહ્યા હતા. કોઈએ નશામાં ધૂત યુવાનોનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ. ફરિયાદ મળતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને રાત્રે જ વાહનને કબજે કરી લીધું. આ ઉપરાંત 25 હજારનું ચલણ પણ જારી કર્યું. ડ્રાઈવરની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરવામાં આવી છે.

આ તમામ લોકો શુક્રવારે રાત્રે હાઈકોર્ટ ફ્લાયઓવરથી જંક્શન તરફ ગયા હતા અને સ્ટેશનના ગેટ નંબર બે પર વાહન રોક્યું હતું. જે બાદ આ લોકો કારની છત પર ઉભા રહીને ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. એક યુવક તો અર્ધનગ્ન હાલતમાં જોવા મળ્યો હતો અને તેઓ બીયરથી ન્હાઇ રહ્યા હતા, જે કાર પર આ યુવકો ધમાચકડી મચાવતા જોવા મળ્યા હતા તેના પર બીજેપીનું સ્ટીકર લાગેલુ હતું.

આઇટ્રિપલસીની મદદથી પોલીસે કારમાં બેઠેલા યુવકનું લોકેશન ચેક કર્યું. ડીસીપીએ જણાવ્યું કે શાહગંજ પોલીસે કારને જપ્ત કરી લીધી છે. 25 હજાર રૂપિયાનું ચલણ જારી કરવામાં આવ્યું છે. એક યુવક ઝડપાયો છે. તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Shah Jina