નવવિવાહિત દંપતિએ ફાંસી લગાવી આપ્યો જીવ, પાંચ મહિનાા પહેલા થયા હતા લગ્ન- છેલ્લું સ્ટેટસ જોઈને હોંશ ઉડી ગયા

આ સુંદર કપલની પંખાથી લટકતી મળી લાશ, નેહાએ રાત્રે જ ફેસબુક સ્ટેટસ અપડેટ કર્યું જેમાં…

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના નૈનીમાં હચમચાવી દેતો બનાવ બન્યો છે. અહીં એક નવવિવાહિત દંપતીએ આપઘાત કરી લીધો છે. ઘરના રૂમમાંથી બંનેનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે રૂમનો દરવાજો તોડીને મૃતદેહને નીચે ઉતાર્યાં હતા અને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

Image source

ડાંડી બજાર નિવાસી શંકરલાલ કેસરવાનીના બે પુત્રમાંથી શિવમ ઘરની નજીક જ કપડાંની દુકાન ધરાવતો હતો. આઠમી ડિસેમ્બરના રોજ શિવમના લગ્ન શ્યામલાલની પુત્રી નેહા સાથે થયા હતા. બે માળના મકાનમાં શિવમ અને નેહા ઉપરના માળે રહેતા હતા. પરિવારનું કહેવું છે કે નેહા દરરોજ છ વાગ્યાની આસપાસ જાગી જતી હતી. મંગળવારે નેહા મોડે સુધી નીચે ઉતરી ન હતી અને ઘરનો દરવાજો પણ ખોલ્યો ન હતો.

Image source

નેહાએ રાત્રે જ ફેસબુક સ્ટેટસ અપડેટ કર્યું હતું. પરિવારના કહેવા પ્રમાણે બંને કોઈ વાતને લઈને પરેશાન હોઈ શકે છે. પરંતુ બધા લોકો સાથે બંનેનું વર્તન એકદમ સામાન્ય હતું. શિવમના ઘરની આસપાસના લોકોનું કહેવું છે કે શિવમને કોઈ ખોટી સંગત ન હતી. તે પોતાના કામથી કામ રાખતો હતો. પ્રથમ દ્રષ્ટિએ તમામ વસ્તુ બરાબર લાગતી હોવા છતાં દંપતીએ આપઘાત કરી લેતા આસપાસના લોકો અચંબામાં મૂકાયા છે.

Image source

નેહાના પરિવારના લોકોએ પણ કોઈ આક્ષેપ નથી લગાવ્યો. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ જ આપઘાતનું કારણ સામે આવશે. જોકે, જ્યારે બંનેના પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહ ઘરે આવ્યા ત્યારે યુવક અને યુવતીના પરિવારજનો વચ્ચે મારામારી થઈ હતી. આ સમયે પોલીસ હાજર હોવાથી બંને પક્ષના લોકોને શાંત પાડ્યા હતા. જે બાદમાં બંનેના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

Shah Jina