ડેન્ગ્યુના દર્દીને પ્લેટલેટની જગ્યાએ ચઢાવી દીધો આ જ્યુસ, દર્દીનો ચાલ્યો ગયો જીવ, 30 વર્ષના યુવકના મોતનો જવાબદાર કોણ

પ્રાઇવેટ હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીને પ્લાઝમાની જગ્યાએ ચઢાવ્યો મોસંબીનો જ્યુસ ? 30 વર્ષનો યુવક તરફડીયા મારી મારીને….જાણો સમગ્ર મામલો

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર હોસ્પિટલની કે પછી ડોક્ટરની બેદરકારીની ઘટના સામે આવતી હોય છે. કેટલીકવાર આવી ઘટનાઓમાં કોઇ દર્દીઓને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે.ત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડેન્ગ્યુના વધતા જતા કેસો વચ્ચે અહીંની એક હોસ્પિટલ પર બ્લડ પ્લાઝમાને બદલે મોસંબીનો જ્યૂસ ચઢાવવાનો આરોપ છે. ટ્રાન્સફ્યુઝનને કારણે એક દર્દીનું મોત પણ થયું છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

આ મામલો જે હોસ્પિટલથી સંબંધિત છે તે હોસ્પિટલને હવે સીલ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસ બાદ આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી હતી. અહીંના દર્દીઓને હવે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ડેપ્યુટી સીએમનું નિવેદન પણ આવ્યું છે. તેમણે આ અંગે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. પુરાવાના આધારે હોસ્પિટલ અને મેનેજમેન્ટ સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. બેદરકારી ગમે તેટલી હોય,

તેને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે પ્રયાગરાજના બમરૌલીના રહેવાસી પ્રદીપ પાંડેને લગભગ એક અઠવાડિયા પહેલા ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તપાસમાં ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન પ્લેટલેટ્સમાં ઘટાડો થયો. પ્રદીપ પાંડેના સંબંધીઓ દ્વારા પ્લેટલેટ લાવવામાં આવ્યા હતા, જે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા તપાસ કર્યા વિના દર્દીને આપવામાં આવ્યા હતા.

બાદમાં દર્દીની બગડતી તબિયત પર હોસ્પિટલ મેનેજમેન્ટે દર્દીને પ્લેટલેટ્સ જણાવીને આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તે પ્લેટલેટ્સ નહીં પણ મોસંબીનો જ્યુસ હતો. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં દર્દીનું મોત નીપજ્યું હતું. આ મામલે પરિવારજનો વતી ફરિયાદ પણ કરવામાં આવી હતી.

Shah Jina