કૃષ્ણાએ બોલ બોડી પર માર્યો, પછી અય્યરે એવો ધોયો કે બોલર ક્યારેય નહિ ભૂલે
શ્રેયસ ઐયર, પંજાબ કિંગ્સનો નવો કેપ્ટન…આ ફ્રેન્ચાઇઝીએ IPL 2025ની હરાજી દરમિયાન અય્યર પર પૈસાનો વરસાદ કર્યો હતો. અય્યરે પહેલી જ મેચમાં આ વાતને યોગ્ય ઠેરવી. પંજાબના કેપ્ટને ગુજરાતના બોલરોને બરાબરના ધોઇ નાખ્યા. આ મેચમાં અય્યરે 42 બોલમાં 97 રનની અણનમ ઇનિંગ રમી.

આ મેચ દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણના બોલ પર ઐયર ઘાયલ થયો હતો. પણ એ જ ઓવરમાં, અય્યરે કૃષ્ણ બદલો લીધો. આ ઘટના પંજાબની ઇનિંગની 17મી ઓવરમાં બની હતી. કૃષ્ણાનો પહેલો બોલ સીધો અય્યરની બોડી પર વાગ્યો. જે બાદ શ્રેયસ ખૂબ જ પીડામાં જોવા મળ્યો. આ દરમિયાન મોહમ્મદ સિરાજ પાસે આવ્યો અને તેની ખબર લીધી.

થોડા સમય પછી અય્યરે પોતાને શાંત કર્યો અને પછી તેણે આ ઓવરના બાકીના બોલ પર કૃષ્ણાને બરાબરનો ધોયો. અય્યરે ઓવરના બીજા, ચોથા અને પાંચમા બોલ પર લાંબા છગ્ગા ફટકાર્યા. જ્યારે અય્યરે ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં કુલ 24 રન બન્યા હતા. જો તેવતિયાએ શાનદાર ફિલ્ડિંગ ન કરી હોત તો 28 રનની ઓવર બની જતી.

અય્યરની વાત કરીએ તો 25 માર્ચે અમદાવાદમાં રમાયેલી મેચમાં અય્યરે પાંચ ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા. તેને શશાંક સિંહ અને પ્રિયાંશ આર્યનો સાથ મળ્યો. ઓપનર પ્રિયાંશે 23 બોલમાં 47 રનની ઇનિંગ રમી. જેમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો. જ્યારે શશાંકે છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી. તેણે માત્ર 16 બોલમાં 44 રન બનાવ્યા. જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો.
Silky smooth…🫰🏻#PunjabKings skipper #ShreyasIyer wastes no time as he launches into #KagisoRabada with a booming MAXIMUM! 💥
Are we in for another run-fest tonight? 👀
Watch LIVE action 👉 https://t.co/QRZv2TGMPY#IPLonJioStar 👉 #GTvPBKS, LIVE NOW on Star Sports 1, Star… pic.twitter.com/jFzWNBmWJ5
— Star Sports (@StarSportsIndia) March 25, 2025