અમેરિકાની સવા કરોડના પેકેજ વાળી જોબને છોડી 28 વર્ષિય પ્રાંશુક સંસાર ત્યાગી બની ગયો જૈન મુનિ, જુઓ તસવીરો

28 વર્ષિય પ્રાંશુક અમેરિકામાં કરતો હતો સવા કરોડના પેકેજ પર ડેટા સાયન્ટિસ્ટની નોકરી, હવે બધુ છોડી બની ગયો જૈન મુનિ

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાનો રહેવાસી 28 વર્ષીય પ્રાંશુક કાંઠેડ જેણે યુએસમાં ડેટા સાયન્ટિસ્ટ તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યું છે, તેણે યુએસએમાં તેની સવા કરોડની નોકરી છોડી દીધી અને સોમવારે જૈન મુનિ બની ગયો. પ્રાંશુક દોઢેક વર્ષ પહેલા અમેરિકાની નોકરી છોડી દેવાસ આવ્યો હતો. તે અમેરિકાની એક કંપનીમાં ડેટા સાયન્ટિસ્ટ હતો અને તેનું વાર્ષિક પેકેજ 1.25 કરોડ રૂપિયા હતું. પ્રાંશુકના પિતા રાકેશ કાંઠેડ એક વેપારી છે.

હવે તેનો આખો પરિવાર ઈન્દોરમાં રહે છે. દેવાસ જિલ્લાના હાથપિપલ્યાના રહેવાસી પ્રાંશુકે ઈન્દોરની GSITS કોલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. વધુ અભ્યાસ માટે તે અમેરિકા ગયો અને અભ્યાસ બાદ તે અમેરિકામાં જ 2017માં ડેટા સાયન્ટિસ્ટની નોકરીમાં જોડાયો હતો. પ્રાંશુકનું વાર્ષિક પેકેજ 1.25 કરોડ રૂપિયા હતું. વિદેશમાં વસવાટ કર્યા પછી પણ જ્યારે તેને સમય મળે ત્યારે તે ધાર્મિક પુસ્તકો વાંચતો અને ઇન્ટરનેટના માધ્યમથી ઉપદેશો સાંભળતો.

તે જાન્યુઆરી 2021માં નોકરી છોડી ઘરે પરત ફર્યો. પ્રાંશુક કહે છે કે તે અમેરિકામાં ડેટા સાયન્ટિસ્ટ હતો અને બાદમાં ગુરુના પ્રવચનો સાંભળીને દુનિયાની વાસ્તવિકતા જાણવા મળી. વાસ્તવમાં સંસારનું સુખ ક્ષણિક છે. તે આપણને ક્યારેય સંતુષ્ટ કરી શકતું નથી, પરંતુ માત્ર તૃષ્ણાને વધારે છે. હકીકતમાં, જીવનનો અર્થ એ છે કે તે સુખ મેળવવાનો પ્રયાસ કરવો, જે શાશ્વત સુખ છે, તેથી જ હું જૈન સાધુ બનવા તરફ આગળ વધ્યો.

વર્ષ 2021માં એકવાર શાંતિ અપનાવવાની પ્રતિજ્ઞા લઈને અમેરિકાથી નોકરી છોડીને પ્રાશુંક ભારત આવ્યો અને પછી ગુરુ દેવતાઓના સંગમાં રહેવા લાગ્યો. પ્રાંશુકના પિતાએ જણાવ્યું કે પ્રાંશુક બાળપણથી જ ધાર્મિક કાર્યો તરફ ઝોક ધરાવે છે. 2007માં તે ઉમેશ મુનિજીના સંપર્કમાં આવ્યો. તેમના વિચારોથી પ્રભાવિત થઈને તેને સંયમ તરફ આગળ વધવાની પ્રેરણા મળી.

તે સમયે ગુરુ ભગવંત તેને સંયમ માર્ગ માટે સંપૂર્ણ લાયક નહોતા માનતા. આ પછી તેણે ધાર્મિક કાર્યની સાથે અભ્યાસ પર ધ્યાન આપ્યું અને હાલમાં જ 26 ડિસેમ્બરે તેણે દીક્ષા લીધી. તેણે ઉમેશ મુનિના શિષ્ય જિનેન્દ્ર મુનિ પાસેથી જૈન મુનિ બનવાની દીક્ષા લીધી હતી. આ સમારોહમાં હજારો લોકો જોડાયા હતા.

લગભગ 3 કલાક સુધી ચાલેલી પ્રક્રિયા દરમિયાન દીક્ષા સમારોહમાં સૂત્ર વાંચન સાથે પરંપરાગત પ્રક્રિયાઓ થઈ હતી. જે બાદ દીક્ષાર્થીઓને દીક્ષાના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દેશભરના અનેક સ્થળોએથી લોકોએ હાજરી આપી હતી. લગભગ 4 હજાર લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

Shah Jina