આ ભાઈને પત્ની સાથે પ્રેન્ક કરવો પડી ગયો ભારે, પત્નીએ ઢીંચણ મારીને લેપટોપના કરી નાખ્યા બે ટુકડા, વીડિયો જોઈને પતિ ઉપર દયા આવી જશે

સોશિયલ મીડિયામાં ઘણા બધા પ્રેન્ક વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોમાં એવા પ્રેન્ક વાયરલ થતા હોય છે કે તે જોવાની મજા પણ આવે અને હેરાની પણ થઇ જાય. ઘણીવાર કોઈ વ્યક્તિ પ્રેમ કરવા જાય છે અને તેની સાથે જ એવો દાવ થઇ જાય છે કે તેની તેને કલ્પના પણ ના કરી હોય. હાલ આવું જ કંઈક એક પતિ સાથે થયું, જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં જે થાય છે તે જોઈને તમારા માટે હસવું રોકવું મુશ્કેલ થઈ જશે. વીડિયોમાં પતિ પોતાની પત્ની સાથે પ્રૅન્ક કરવાની ભૂલ કરે છે. આ પછી જે થાય છે તેની પતિએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. પતિના પ્રેન્કથી પત્ની એટલી ગુસ્સે થઈ જાય છે કે એક જ ઝાટકે પતિનુ હજારોનું નુકસાન કરી દે છે. લોકો આ ફની વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે પતિ તેની પત્નીને સરપ્રાઈઝ કરવા માટે તેની સાથે પ્રેન્ક કરે છે. તે તેની પત્નીને મોંઘો મોબાઈલ ગિફ્ટ કરવા માંગતો હતો. પત્ની જેવી ફોન ઉપર વાત કરતી કરતી આવે છે કે તે પત્નીને ઉભી રખાવે છે અને પત્નીના હાથમાંથી તેનો જૂનો ફોન લઈને તેના બાજુમાં રહેલા પાણીના ગ્લાસમાં મૂકી દે છે.

 

View this post on Instagram

 

A post shared by gulusu.guzel (@gulusumm1)

આ વાતથી પત્નીને ગુસ્સો આવી જાય છે અને ગુસ્સામાં લાલપીળી થઈને પત્ની પતિ જે લેપટોપ ઉપર કામ કરી રહ્યો હતો, તે લેપટોપ ઢીંચણ મારીને તોડી નાખે છે. આ વાતથી પતિ પણ શોક થઇ જાય છે અને થોડીવારમાં પત્નીને પોતાના જેકેટમાં છુપાવેલો નવો મોબાઈલ કાઢીને આપે છે જેનાથી પત્ની ખુશ થઇ જાય છે પણ પતિ પોતાના નુકશાનથી પોતાના લમણે હાથ મૂકી દે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે જોકે સ્ક્રિપ્ટેડ વીડિયો હોય એવું પણ લાગી રહ્યું છે પણ લોકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel