56 વર્ષના સિંઘમના વિલન જયકાંત શિકરેએ પોતાનાથી 13 વર્ષની પત્નીના હોંઠ પર હોંઠ ચડાવીને..ઉફ્ફ જુઓ વાયરલ PHOTOS
“સિંઘમ” અને “વોન્ટેડ” જેવી ફિલ્મોમાં પોતાના પાત્રથી જબરદસ્ત પ્રશંસા મેળવનાર દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજે પોની વર્મા સાથે 11 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. આ સંબંધને 11 વર્ષ પૂરા થવા પર અભિનેતાએ અનોખા અંદાજમાં જશ્ન મનાવ્યો હતો.
પ્રકાશ રાજે ફરી એકવાર તેમની પત્ની પોની વર્મા સાથે બાળકો સામે બીજીવાર લગ્ન કર્યા છે. આ લગ્નનું કારણ તેમના બાળકો હતા અને આ ઉલ્લેખ તેમણે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો છે.
પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરો શેર કરતા તેમણે જણાવ્યુ છે કે તેમણે પોની વર્મા સાથે બીજીવાર લગ્ન ક્રયા છે. કારણ કે તેમનો દીકરો વેદાંત તેમના લગ્નને ફરીથી થતા જોવા માંગતો હતો.
આ તસવીરોમાં પ્રકાશ રાજ પત્ની અને બાળકો સાથે નજર આવી રહ્યા છે. એક તસવીરમાં અભિનેતા તેમની પત્નીને કિસ કરતા પણ જોવા મળી રહ્યા છે. “સિંઘમ” “વોન્ટેડ” “દબંગ 2” અને “હિરોપંતિ”માં નજર આવી ચૂકેલા અભિનેતા પ્રકાશ રાજે વર્ષ 2010માં 24 ઓગસ્ટના રોજ બીજા લગ કર્યા હતા.
આ પહેલા તેમણે 1994માં તમિલ અભિનેત્રી લલિતા કુમારી સાથે લગ્ન કર્યા હતા. તેમને પહેલા લગ્નથી બે દીકરીઓ અને એક દીકરો છે. પરંતુ તેમના દીકરાનું નિધન 5 વર્ષની ઉંમરે જ થઇ ગયુ હતુ. પહેલી પત્નીથી પ્રકાશ રાજને બે દીકરીઓ મેઘના અને પૂજા છે.
દીકરાના નિધન બાદ પ્રકાશ રાજ અને લલિતાના લગ્ન પણ તૂટી ગયા હતા. બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. તે બાદ 32 વર્ષિય કોરિયોગ્રાફર પોની વર્માની પ્રકાશ રાજના જીવનમાં એંટ્રી થઇ. આજે તેમનો એક દીકરો છે. જેના માટે તેમણે ફરીવાર લગ્ન કર્યા છે. તમને જણાવી દઇએ કે, પોની વર્મા પ્રકાશ રાજથી ઉંમરમાં લગભગ 13 વર્ષ નાની છે.
પ્રકાશ રાજને આજે કોઇ પણ ઓળખની જરૂર નથી. ઘણા નેશનલ એવોર્ડ્સ જીતી ચૂકેલ પ્રકાશ રાજ સાઉથથી લઇને બોલિવુડ ફિલ્મી દુનિયા સુધી તેમના વિલન અંદાજ માટે ખૂબ પ્રચલિત છે. પ્રકાશ રાજની પ્રોફેશનલ લાઇફ જેટલી મજબૂત રહી છે તેમની પર્સનલ લાઇફમાં તેટલી ઉઠાપટક રહી છે. પ્રકાશ રાજે 24 ઓગસ્ટના રોજ તેમના બીજા લગ્નની વર્ષગાઠ સેલિબ્રેટ કરી હતી. 45ની ઉંમરમાં તેમના જીવનમાંં 13 વર્ષ નાની છોકરીએ એંટ્રી કરી હતી.
જોકે, પ્રકાશ રાજને લાઇફની શરૂઆતથી ઘણી તકલીફો સહન કરી છે. એવું કહેવામાં આવે છે કે બેંગલુરુમાં 26 માર્ચ 1965ના રોજ જન્મેલા પ્રકાશ રાજએ માતાને ઘર સંભાળતા જોઇ છે. કારણ કે તેમના પિતા નશામાં રહેતા હતા.
દિગ્ગજ અભિનેતા થોડાક દિવસ પહેલા તેના ટ્વિટર હેન્ડલ પર એક માહિતી આપી અને તેના ચાહકોને તેના નાના અકસ્માત વિશે અપડેટ શેર કરી. જે અકસ્માત તાજેતરમાં થયો હતો. એક્ટર રાજે મંગળવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાના ચાહકોને તેમના નાના અકસ્માત વિશે અપડેટ શેર કરી હતી.
જે અકસ્માત તેની સાથે તાજેતરમાં થયો હતો. અભિનેતાએ અકસ્માત અંગે વધું વિગતો શેર કરી હતી, જેમાં તેમણે શેર કર્યું કે તેને એક નાનું ફ્રેક્ચર થયું છે અને તેમને શસ્ત્રક્રિયા માટે હૈદરાબાદ મોકલવામાં આવ્યા છે. કન્નડ, તમિલ, મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ પ્રકાશ રાજે વર્ષ 2009માં સલમાન ખાનની વોન્ટેડથી બોલિવુડમાં એંટ્રી કરી હતી. તે બાદ તેમણે ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો હતો.
We got married again tonight..because our son #vedhant wanted to witness it 😍😍😍. Family moments #bliss pic.twitter.com/Vl29VlDQb4
— Prakash Raj (@prakashraaj) August 24, 2021