બાપ આવો હોય તો પછી દીકરા પણ એવા જ હોયને…. તથ્ય પટેલે 9 લોકોને કચડી નાખ્યા અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે સ્થળ પર પહોંચતા જ રિવોલ્વર કાઢવાની ધમકીઓ આપી

નફ્ફટાઈની તમામ હદ પર થયેલી, તથ્ય પટેલે 9 લોકોને કચડી નાખ્યા અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે સ્થળ પર પહોંચતા જ રિવોલ્વર કાઢવાની ધમકીઓ આપી, વાંચો નવો ખુલાસો

Pragnesh Patel Threatened To Pull A Revolver : ઇસ્કોન બ્રિજ પર ગયા મહિને ઘટેલી ઘટના આજે પણ યાદ કરતા રૂંવાડા ઉભા થઇ જાય છે. જેમાં 9 લોકો ઘટના સ્થળ જ મોતને ભેટ્યા હતા, જયારે એક અન્ય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું થયુ. એમ 10 લોકોના મોત માટે પૈસાદાર બાપનો નબીરો તથ્ય પટેલ જ જવાબદાર હતો. કારણ કે તેને બેફામ કાર હંકારી અને અગાઉ થયેલા એક અકસ્માતને જોવા માટે ઉભા રહેલા લોકો પર કાર ચઢાવી દીધી. જેના કારણે 9 લોકોના કચડાઈને મોત થયા અને 10થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા.

પ્રજ્ઞેશ પટેલની હરકતથી ગુસ્સો આવી જશે :

ત્યારે તથ્ય પટેલની જેમ તેના પિતાનો પણ ગુનાહિત ઇતિહાસ સામે આવી રહ્યો છે. આ અકસ્માતની આખી ઘટના એક બાઈકર્સના કેમેરામાં કેદ થઇ ગઈ હતી. ત્યારે આ વીડિયો પોલીસ માટે પણ એક મહત્વનો પુરાવો બન્યો હતો. આ ઉપરાંત બાઇકરે અકસ્માત બાદની જે હકીકત જણાવી છે તે સાંભળીને તો કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય અને તથ્ય પટેલની જેમ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ ઉપર પણ ગુસ્સો ભરાઈ આવશે. બાઇકર્સે પોલીસ સામે પોતાનું નિવેદન પણ નોંધાવ્યું છે.

બાઇકર્સે નોંધાવ્યું નિવેદન :

તથ્ય પટેલ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે અને તેમાં બાઈકર્સનું નિવેદન પણ સામે આવ્યું છે. બાઇકર્સે જણાવ્યું કે અકસ્માતની રાત્રે તે પોતાનું બાઈક લઈને રાજપથ ક્લબ તરફથી ઇસ્કોન બ્રિજ તરફ પસાર થઇ રહ્યો હતો. તેને બાઈક ચાલવાનો શોખ હોય તેને બાઈક પર 360 કેમેરો પણ રાખ્યો હતો. જયારે તે ઇસ્કોન બ્રિજ પર પહોંચ્યો ત્યારે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો અને લોકોના ટોળા જોવા માટે ભેગા થયા હતા. જેના કારણે તેને પોતાની બાઈક ધીમી કરી હતી.

લક્ઝ્યુરિય કાર લઈને આવ્યા તથ્યના માતા પિતા :

એ દરમિયાન જ સામેથી આવી રહેલી એક જેગુઆર કરે અકસ્માત જોવા ઉભા રહેલા ટોળા પર કાર ફેરવી વાળી. બાઈકર્સ પણ ત્યાં પહોંચ્યો અને રોડ પર પડેલા લાશોના ઢગલા પણ તેને જોયા. અકસ્માત બાદ કારમાંથી એક યુવક બહાર નીકળ્યો. તેનું નામ તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું. અન્ય 2 યુવક અને 3 યુવતીઓ પણ કારમાંથી બહાર આવ્યા. લોકો કાર ચાલકને મારી રહ્યા હતા અને ટોળાએ તેને ઘેરી લીધું હતું. એ દરમિયાન જ ત્યાં એક લક્ઝુરિયસ કાર MG ગોસ્ટર આવી. જેમાંથી એક પુરુષ અને મહિલા નીચે ઉતર્યા.

પત્નીને ગાડીમાંથી રિવોલ્વર કાઢવા કહ્યું :

આ બંનેને જોઈને તથ્યએ મમ્મી પપ્પાની બૂમો પાડી. ત્યારે તેના પિતા આ અકસ્માત બાદ લાજવાના બદલે ટોળા પર ગુસ્સે ભરાયા હતા. અને તેમની પત્નીને કહ્યું, “ગાડીમાંથી રિવોલ્વર લાવ !” જેના બાદ લોકોને ગાળો બોલી ધમકીઓ આપી અને ત્યાંથી તથ્યને લઈને ચાલ્યા ગયા. તેના મિત્રોને પણ કોઈ કારમાં ત્યાંથી લઇ ગયું. જેની થોડીવાર બાદ બાઈકર્સ પણ ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારે આ ઘટના બતાવે છે કે તથ્યના પિતાને પણ 9 લોકોના મોતથી કોઈ ફર્ક પડ્યો નહોતો. તે ત્યાં પણ તેનો રૂતબો અને પૈસાનો ઘમંડ તેમજ ગુનાહિત માનસિકતા બતાવી રહ્યો હતો.

Niraj Patel