ઘરેથી નીકળી બોલીવુડની આ મોટી હસ્તીની અર્થી, રાની મુખર્જીથી લઈને દીપિકા જેવી મોટી મોટી હસ્તીઓએ આવી, જુઓ છેલ્લા ફોટા
હાલમાં કેટલાક દિવસથી બોલિવૂડમાંથી ઘણી દુખદ ખબર સામે આવી રહી છે. કેટલાક દિવસ પહેલા જ દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિકનું નિધન થયુ હતુ. તે બાદ હવે વધુ એક ખબર સામે આવી છે. વધુ એક પ્રખ્યાત નિર્દેશકે આ દુનિયાને અલવિદા કહી દીધું. વિદ્યા બાલન સ્ટારર ‘પરિણીતા’, કાજોલ સ્ટારર ‘હેલિકોપ્ટર ઈલા’ અને રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની’ જેવી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર પ્રદીપ સરકાર હવે આપણી વચ્ચે નથી રહ્યા.
તેમણે 24 માર્ચે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના કારણે ઇન્ડસ્ટ્રીમાં પંજ શોકનો માહોલ છવાઈ ગયો છે.આજે તેમની અંતિમ યાત્રા યોજાઈ રહી છે અને તેમને અંતિમ વિદાય આપવા માટે ઘણા બધા સેલેબ્સ પણ આવી પહોંચ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કફનમાં પ્રદીપ સરકારનો પાર્થિવ દેહ લપેટાયેલો દેખાઈ રહ્યો છે. તેના તેમની અર્થીને ફૂલોથી શણગારવામાં આવી છે અને પરિવારના સભ્યો ભીની આંખે અર્થીને ઊંચકી રહ્યા છે.
પ્રદીપ સરકારના અંતિમ સંસ્કારમાં ઘણા બધા સિતારાઓ ઉમટી આવ્યા હતા. જેમાં દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન, રાની મુખર્જી, રિયા ચક્રવર્તી, દિવ્યાંકા ત્રિપાઠી અને ફિલ્મ નિર્માતા અશોક પંડિતથી લઈને બોલિવૂડ અને ટીવી જગતની હસ્તીઓ પ્રદીપ સરકારને અંતિમ વિદાય આપવા માટે આવી પહોંચી હતી.
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આંખો પર ચશ્મા લગાવી સફેદ સલવાર સૂટમાં પ્રદીપ સરકારના અંતિમ સંસ્કારમાં જતી જોવા મળે છે. દીપિકા પાદુકોણે ફિલ્મ નિર્માતા પ્રદીપ સરકાર સાથે ફિલ્મ ‘લફંગે પરિંદે’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે એક્ટર નીલ નીતિન મુકેશ લીડ રોલમાં જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયા પર પણ રાજકીય જગતના સેલેબ્સ અને દિગ્ગજો પ્રદીપ સરકારના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ડાયરેક્ટર પ્રદીપ સરકારને યાદ કરતાં અજય દેવગણે લખ્યું, ‘દાદા’ પ્રદીપ સરકારના નિધનના સમાચાર પચાવવું આપણામાંથી કેટલાક માટે હજુ પણ મુશ્કેલ છે. હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મારી પ્રાર્થના મૃતક અને તેના પરિવાર સાથે છે. RIP દાદા.
View this post on Instagram