પરિણિત પ્રભુદેવા સાથેનો પ્રેમ રહ્યો વિવાદોમાં, પ્રભુદેવાના તલાક બાદ પણ ન કરી શકી લગ્ન

પરિણિત એક્ટરના પ્રેમમાં પડેલી આ અભિનેત્રીના વિરોધમાં મહિલા સંગઠને ખોલી દીધો હતો મોરચો, તલાક બાદ પણ ન થઇ શક્યા લગ્ન

સિનેમા જગતમાં ન જાણે એવી ઘણી પ્રેમ કહાનીઓ છે, જે શરૂ તો થાય છે પરંતુ તેનો અંત દર્દ સાથે થાય છે. ઘણા એવા સ્ટાર્સ છે જેમના પ્રેમની ચર્ચા તો ઘણી થાય છે અને લોકોના કાનો સુધી પણ પહોંચે છે પરંતુ અલગ થયાની ખબરો સમાચારોમાં જ મળી. બોલિવુડ, ટોલિવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે, જે પરિણિત હોવા છત્તાં બીજાના પ્રેમમાં પડ્યા.

આ માટે તેઓ તેમના પાર્ટનર અને તેમના જીવનસાથીથી પણ અલગ થઇ ગયા અને બીજા લગ્ન કરી લીધા. પરંતુ કેટલાક એવા હોય છે કે, પોતાના પાર્ટનરથી અલગ થયા બાદ પણ તેઓ જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન ન કરી શક્યા. આવી જ કંઇક અધૂરી પ્રેમ કહાની સાઉથ અભિનેત્રી નયનતારા અને પ્રભુદેવાની છે.

સાઉથ સુપરસ્ટાર પ્રભુદેવા પરિણિત હોવા છત્તાં પોતાનાથી 11 વર્ષ નાની અભિનેત્રી નયનતારાના પ્રેમમાં પડી ગયા. નયનતારા માાટે પ્રભુદેવાએ ઘણા સેક્રિફાઇસ કર્યા પરંતુ અંતમાં તેમને મોહબ્બત ન મળી. પ્રભુદેવા અને નયનતારાની લવસ્ટોરી શરૂ થવા સાથે જ વિવાદમાં ફસાઇ ગઇ હતી.

અસલમાં પ્રભુદેવા પરિણિત હતા અને તેઓ લગ્નના 16 વર્ષ બાદ નયનતારાના પ્રેમમાં પડી ગયા હતા. વર્ષ 2008માં નયનતારા અને અભિનેતા-ડાયરેક્ટર પ્રભુદેવાના ડેટની ખબરો ખૂબ રહી હતી. બંને વર્ષ 2009માં લિવ-ઇનમાં પણ રહેવા લાગ્યા હતા. વર્ષ 2010માં પ્રભુદેવાએ ખુલીને આ વાત કહી કે તેઓ નયનતારા સાથે છે.

નયનતારાએ પોતાનો ધર્મ પણ બદલી દીધો હતો. નયનતારા ઇસાઇ છે અને તેનું અસલ નામ ડાયના મરિયમ કુરિયન છે. નયનતારા અને પ્રભુદેવાની વધતી નજીકતાને કારણે પરેશાન થઇને પ્રભુદેવાની પત્નીએ ફેમિલી કોર્ટમાં પિટીશન દાખલ કરી. એટલું જ નહિ, પ્રભુદેવાની પત્નીના સપોર્ટમાં સાઉથની મહિલા સંગઠન પણ આવી ગઇ અને પ્રભુદેવા તેમજ નયનતારા વિરૂદ્ધ પ્રદર્શન શરૂ કરી દીધુ.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર આખરે પ્રભુદેવાની પત્નીએ જ તેમને છૂટાછેડા આપી દીધા. છૂટાછેડા બદલ પ્રભુદેવાને તેમની પત્નીને 10 લાખ રૂપિયા ગુજારો કરવા અને 20-25 કરોડની સંપત્તિ પણ આપવી પડી હતી. આ લવ સ્ટોરીમાં તો ત્યારે મોડ આવ્યો જયારે નયનતારાએ પ્રભુદેવા સાથે દૂરી બનાવી લીધી.

પત્ની સાથે છૂટાછેડા બાદ પણ નયનતારા અને પ્રભુદેવા એક ના થઇ શક્યા. આ પાછળ પ્રભુદેવાનું બાળકો સાથે વારંવાર મળવા જવાનું કહેવામાં આવે છે. જે નયનતારાને પસંદ ન હતુ. નયનતારાએ પ્રભુદેવાથી અલગ થયા બાદ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, પ્રભુના બીજી કોઇ સાઉથ અભિનેત્રી સાથેના સંબંધ નજીક થઇ ગયા હતા. ત્યાં પ્રભુદેવાએ કહ્યુ કે, મારા બાળકોથી વધારે મારા માટે કંઇ પણ નથી. હું તેમના માટે કંઇ પણ હારી શકુ છું. જોકે, ચાહકોને તે આજ સુધી કોઇ સાચુ કારણ મળ્યુ નથી કે તે બંને કેમ અલગ થયા હતા.

 

Shah Jina