ગુજરાતના આલુ કિંગ પાર્થીભાઈ: બટેટાની ખેતી માટે છોડી પોલીસની નોકરી, મહેનતથી બની ગયા કરોડપતિ

પાર્થીભાઈ ચૌધરી: તે પોલીસમેન જેના માટે બટેટા બન્યા ‘સોનુ’, વર્ષની કમાણી 3 કરોડ, તોડ્યો વિશ્વ રેકોર્ડ

મહેનત અને ધૈર્ય દરેક વ્યક્તિને પોતાનું મુકામ હાંસિલ કરાવી શકે છે.પોતાના પર ભરોસો હોય તો સફળતા મળતા વાર નથી લાગતી.તમે પણ એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં વ્યક્તિએ લાખો રૂપિયાની નોકરી છોડીને પોતાનો બિઝનેસ કરવાનું વિચાર્યું હોય અને સાથે જ તેમાં સફળતા પણ મેળવી હોય. એવી જ એક કહાની ગુજરાતના પૂર્વ ડીએસપી રહી ચૂકેલા પાર્થીભાઈ ચૌધરીની છે.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં ચાર હજારથી વધારે આબાદી વાળું એક ગામ છે ડાંગીયા. પાર્થીભાઈએ પહેલા પોલીસના પદ પર દેશની સેવા કરી અને આજે તે રીટાયર થઇ ચુક્યા છે, રીટાયર થયા પછી પાર્થીભાઈએ ખેતી કરવાનું વિચાર્યું અને બટેટાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું, આજે પાર્થીભાઈ બટેટા ઉત્પાદનની બાબતમાં દેશના સૌથી મોટા ખેડૂતોમાંના એક છે.

63 વર્ષના પાર્થીભાઈ ડાંગીયાના ખેડૂત જેઠાભાઇ ચૌધરીના દીકરા છે.જે પાંચ ભાઈઓમાં બીજા નંબરના છે.વર્ષ 1981માં પાર્થીભાઈ ગુજરાત પોલીસમાં એસઆઈના પદ પર ભરતી થયા હતા અને વર્ષ 2015માં મહેસાણા એસીબીમાં ડીએસપી પદથી રીટાયર થયા હતા. વર્ષ 2004માં પણ પાર્થીભાઈ જ્યારે રવિવારની રજામાં ઘરે આવતા ત્યારે બટેટાની ખેતી પર કામ કરતા હતા. અને પોતાની પાંચ એકડ જમીન પર બટેટાની ખેતી શરૂ કરી જેના પછી તે આસપાસની જમીન પણ ખરીદતા ગયા.

હાલના સમયમાં તે 87 એકડ જમીનમાં બટેટાની ખેતી કરી રહ્યા છે. એવામાં દેશના અલગ અલગ વિસ્તારોમાંથી બટેટાની ખેતીની ટેક્નિક જાણવા માટે પાર્થીભાઈ પાસે આવતા રહે છે.આજે પાર્થીભાઈ બટેટાની ખેતી દ્વારા 3 કરોડથી પણ વધારે કમાણી કરે છે.રિપોર્ટના આધારે પાર્થીભાઈએ બટેટાની ખેતી દ્વારા નફો તો મેળવ્યો અને સાથે સાથે ઉત્પાદનમાં વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો તેના પહેલા આ રેકોર્ડ નેધરલેંડના એક ખેડૂત પાસે હતો. આ રેકોર્ડ તોડ્યા બાદ પાર્થીભાઈનું નામ ફોર્બ્સની લિસ્ટમાં શામિલ થઇ ચૂક્યું છે.

પાર્થીભાઈના ખેતરોમાં મજૂરના 16 પરિવારોને કામ પર રાખવામાં આવ્યા છે. ખેતરમાં બટેટા સિવાય બાજરી અને મગફળીનું વાવેતર પણ કરવામાં આવે છે.દેશભરમા બટેટાનું  મોટાભાગનું ઉત્પાદન માત્ર બનાસકાંઠામાં જ થાય છે, જ્યા એક લાખ જેટલા ખેડૂતો કામ કરે છે.

Krishna Patel