બોયફ્રેન્ડની બાઈક ઉપર કોઈ બીજી છોકરી ના બેસે તેના માટે થઈને આ ગર્લફ્રેન્ડે કર્યું એવું કે જોઈને તમે પણ માથું પકડી લેશો, જુઓ વીડિયો

સંબંધ કોઈ પણ હોય એક વસ્તુ દરેક સંબંધમાં ખુબ જ જરૂરી છે અને તે છે વિશ્વાસ. પરંતુ આજના સમયમાં ઘણા લોકોના વિશ્વાસ તૂટતાં તમે તમારી આંખો સામે જોયા હશે, આજે મોટાભાગના કપલ એકબીજા ઉપર કોઈને કોઈ રીતે શંકા કરતા હોય છે. ઘણા કપલ એકબીજાના મોબાઈલ ચેક કરે છે તો ઘણા કપલ ખાનગીમાં પોતાના પ્રિયપાત્રની દૈનિક ક્રિયા ઉપર નજર પણ રાખતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં આવા જ એક અવિશ્વાસનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પ્રેમિકા તેનો પ્રેમી કોઈ અન્ય યુવતીને બાઈક ઉપર ના બેસાડે તેના માટે થઈને ગજબનો જુગાડ અપનાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો તેને લાઈક પણ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો અને છોકરી બાઇક પર આવે છે અને પાછળ બેઠેલી છોકરી બાઇક પરથી ઉતરી જાય છે. બાઇક પરથી ઉતર્યા બાદ તે બાઇક સાથે છેડછાડ કરતી જોવા મળે છે. છોકરો પણ સમજી શકતો નથી કે આખરે છોકરી શું કરી રહી છે, અને તે છોકરી જે કરી રહી છે તેને જ જોયા કરે છે.

હકીકતમાં છોકરી બાઇકની પાછળની સીટ હટાવે છે અને છોકરાને બાય કહીને જતી રહે છે. છોકરો બસ તેને જોતો જ રહે છે. સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરીએ આવું એટલા માટે કર્યું કેમ કે તેના બોયફ્રેન્ડની બાઇકની પાછળની સીટ પર બીજી કોઈ યુવતી બેસી ન શકે. આ વીડિયોની સત્યતાની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું, આ વીડિયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો હોય તેમ દેખાઈ આવે છે.

Niraj Patel