કાઠિયાવાડની દીકરી હવે કેનેડામાં પ્લેન બનાવવાની કંપની ખોલશે, પિતાએ ગાયો ભેંસો ચરાવીને દીકરીને કેનેડા મોકલી અને દીકરી કરશે હવે આ મોટું કામ

દરેક માતા પિતાનું સપનું હોય છે કે એક દિવસ તેમનું સંતાન તેમનું અને તેમના પરિવારનું નામ રોશન કરે. પરંતુ ઘણા સંતાનો એવા પણ હોય છે જે માત્ર માતા-પિતા, સમાજ, પરિવાર, કે ગામનું જ નહિ પરંતુ સમસ્ત રાજ્ય અને દેશનું નામ પણ રોશન કરતા હોય છે. આવી જ એક દીકરી કાઠીયાવાડમાંથી સામે આવી છે. જેને દુનિયાભરમાં ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે.

પોરબંદરમા જન્મેલી નિશા નાથાભાઇ ઓડેદરાએ એરોનોટિકલ એન્જીનિયરની ડિગ્રી પ્રાપ્ત કરી કેનેડા ખાતે પ્લેન બનાવવાની ડિઝાઇન અને પ્લેનના બહારના બોડી પાટર્સ બનાવી પાયલોટની તાલીમ લઈ રહી છે.

નિશાના પિતા નાથાભાઈ ભુરાભાઇ આડેદરા એક સમયે એરપોર્ટ વિસ્તારની અંદર ગાય-ભેંસો ચરાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે એરપોર્ટની પાસે ઉડતા પ્લેન જોઈને નાથાભાઈએ પણ વિચાર્યું હતું કે મારા સંતાનો પણ એક દિવસ પ્લેન ઉડાડશે. ત્યારે તેમને પણ ખબર નહોતી કે તેમની દીકરી એક દિવસ મોટી થઇ અને પ્લેન બનાવશે.

આજે નાથાભાઈ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે સાથે જ તેઓ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ છે. નિશાએ પોતાના બાળપણમાં ધોરણ 10 સુધીનો અભ્યાસ પોરબંદરમાં જ કર્યો હતો, જેના બાદ તે રાજકોટ અભ્યાસ માટે ગઈ હતી અને કોલેજનો અભ્યાસ તેને ચેન્નાઇમાં પૂર્ણ કર્યો હતો.

કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નિશા માસ્ટર ડિગ્રી અભ્યાસ માટે યુકે યુનિવર્સટીમાં ગઈ હતી. જ્યાં 17 મહિનાનો અભ્યાસ કર્યા બાદ તે પોરબંદર આવી હતી અને ત્યાંથી તેને કેનેડા માટે પરમેનન્ટ રેસિડેન્ટ માટે એપ્લાય કર્યું હતું. જેના બાદ તે કેનેડા ચાલી ગઈ હતી.

કેનેડાની સરકારે નિશાને ત્યાં બોલાવી અને કંપની દ્વારા લાયસન્સની પ્રક્રિયા હાથ ધરી છે. કંપની દ્વારા તેણીને પાયલોટ માટેની તાલીમ આપવામાં આવી રહી છે. પોરબંદરની દીકરી નિશાએ પોર્ટુગલમાં પોતાની જ્ઞાતિના યુવક સાથે લગ્ન કર્યા છે અને હાલ કેનેડા ખાતે પ્લેન બનાવવાની ડિઝાઇન અને પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવી રહી છે.

ત્યારે હવે નિશાન પિતાના સપના અને દીકરી પ્રત્યેની આશાઓ પણ વ્યક્ત થઇ છે. તેમને જણાવ્યું કે પાંચ વર્ષ પછી તે પોતે પ્લેનની ડિઝાન બનાવી પોતાનું પ્લેન લોન્ચ કરશે, આ સપનું નિશાનું પણ છે.

Niraj Patel