‘મને મારી નાખો,મને સૂળીએ ચઢાવો…’,પૂનમ પાંડે કેમ આવું બબડવા લાગી – વાંચો
Poonam Pandey on Social Media Hate : અભિનેત્રી પૂનમ પાંડે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. પૂનમ પાંડેના મોતના સમાચાર 2 ફેબ્રુઆરીના રોજ સામે આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું કે પૂનમ પાંડે સર્વાઇકલ કેન્સર સામેની લડાઈ હારી ગઈ.
પૂનમ પાંડેના નિધનના સમાચારે સૌના દિલ તોડી નાખ્યા. હતા દરેક વ્યક્તિ પૂનમ પાંડેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહી હતી. પરંતુ 3જી ફેબ્રુઆરીની સવારે, પૂનમે તેના પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેના જીવિત હોવાના સમાચાર આપ્યા. તેણે ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો જેમાં તે કહી રહી છે કે હું જીવિત છું. હું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામ્યો નથી.
પૂનમ પાંડેએ કરી પોસ્ટ :
મૃત્યુને લઈને પૂનમ દ્વારા કરવામાં આવેલો આ જોક લોકોને પસંદ ન આવ્યો અને તેઓએ અભિનેત્રીની ખૂબ જ ટ્રોલ કરવામાં આવી. ઘણા યુઝર્સ તેને સોશિયલ મીડિયામાં ગાળો પણ આપી રહ્યા હતા, ઘણા સેલેબ્સે પણ આ મામલે ગુસ્સો વ્યક્ત કર્યો, ત્યારે હવે પૂનમ પાંડેએ તમામ પ્રકારની ટ્રોલિંગ અંગે પોતાની પ્રતિક્રિયા શેર કરી છે. પૂનમ પાંડેએ ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું “મને મારી નાખો, મને સુળીએ ચઢાવો, મને નફરત કરો, પરંતુ જેને તમે પ્રેમ કરો છો તેને બચાવો.”
એજન્સીએ માંગી હતી માફી :
અગાઉ શબાંગ નામની માર્કેટિંગ એજન્સી પૂનમ પાંડેના સહયોગથી આ અભિયાન ચલાવી રહી હતી. તેણે માફી પણ માંગી અને કહ્યું, ‘હા, અમે હોટરફ્લાય સાથે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાની પૂનમ પાંડેની પહેલમાં સામેલ હતા. શરૂઆતમાં, અમે નિષ્ઠાપૂર્વક માફી માંગવા માંગીએ છીએ. ખાસ કરીને એવા લોકો પ્રત્યે કે જેઓ અથવા તેમના પ્રિયજનો કોઈપણ પ્રકારના કેન્સરની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
બહાર પાડ્યું હતું નિવેદન :
આ ઘટના બાદ પૂનમ પાંડેની એજન્સીએ એક નિવેદન બહાર પાડ્યું, જેમાં લખ્યું – ‘અમારી ક્રિયા સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ લાવવાનું એકમાત્ર મિશન હતું. વર્ષ 2022માં ભારતમાં સર્વાઇકલ કેન્સરના 1,23,907 કેસ અને 77,348 મૃત્યુ નોંધાયા હતા. સ્તન કેન્સર પછી, સર્વાઇકલ કેન્સર એ ભારતમાં મધ્યમ વયની સ્ત્રીઓને અસર કરતી બીજી સૌથી ઘાતક બીમારી છે. તમારામાંથી ઘણા અજાણ હશે, પરંતુ પૂનમની પોતાની માતાએ બહાદુરીથી કેન્સર સામે લડી છે.”
View this post on Instagram