બધાને મૂર્ખ બનાવવું પૂનમ પાંડેને પડ્યું ભારે, એવું એક્શન લેવાઈ ગયું કે ફફડી જશો, વાંચો અહેવાલ

બોલીવુડના સેલિબ્રિટીઓ પબ્લિસિટી માટે કોઈ પણ હદ પર કરી જાય છે. અહીંયા એક્ટર, એક્ટ્રેસ કે પછી ફિલ્મોના પ્રમોશન માટે દરરોજ નવી નવી ટ્રિકનો ઉપયોગ થાય આવે છે. ક્યારેક કોઈ ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈ ઘાયલ થવાના સમાચાર આવે છે તો ક્યારેક કોઈ ગર્ભવતી થઇ ગઈ છે.

ક્યારેક તો અમુક હીરોઇનોના કાસ્ટિંગ કાઉચ થયા હોય હોય એવી પણ સ્ટોરી બહાર આવતી રહે ચ.એ આને લીધે તેઓને ઇન્ટરનેટ પર ભરપૂર લાઈમલાઈટ મળે છે. પણ તમે કોઈ દિવસ સાંભળ્યું કે કોઈએ પોતાના મોતની અફવા ફેલાવી હોય? તે પણ એક ગંભીર રોગનું નામ લઈને, પૂનમ પાંડેની આ હરકતને લીધે ફેન્સે મગજ ગુમાવ્યો છે.

બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી જેમાં લખ્યું હતું કે પૂનમ પાંડે હવે આ દુનિયામાં નથી. સર્વાઇકલ કેન્સરને કારણે અભિનેત્રીનું મૃત્યુ થયું હતું. પહેલા તો આ જોઈને કોઈને વિશ્વાસ ન આવ્યો.

આ મેટર પર ઘણા બધા લોકોએ પુનમનો ક્લાસ લીધો. સેલેબ્સનું કહેવું હતું કે પબ્લિસિટી સ્ટંટ અને પીઆરના કારણે પુનમે જે મરવાનો ઢોંગ કર્યો તે યોગ્ય નથી. જીવન ખૂબ જ કિંમતી હોય છે અને તેમાં મોતનું નાટક શરમજનક હરકત છે.

લોયર અલી કાશિફ ખાન દેશમુખે એક્ટ્રેસ પુનમ પાંડે વિરૂદ્ધ પોલીસમાં કમ્પ્લેન્ટ નોંધાવી છે. આટલું જ નહીં, એક્ટ્રેસની મેનેજર નિકિતા શર્મા અને એજન્સી Hautterfly વિરૂદ્ધ આઈપીસી સેક્શન 417, 420, 120B, 34 હેઠળ FIR કરવાની માંગ કરી છે.

YC