પૂનમ પાંડેના મોતનું સાચુ કારણ આવ્યુ સામે, સર્વાઇકલ કેન્સર નહિ પણ ડ્રગ્સ ઓવરડોઝ….વાંચો નવી અપડેટ

મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે હવે આ દુનિયામાં નથી રહી. તેના ચાહકો માટે આ ખબર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જો કે, કેટલાક લોકોનું તો એવું પણ કહેવુ છે કે આ ખબર સાચી નથી. આ વચ્ચે પૂનમ પાંડેના જૂના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, આ સાથે નવી અપડેટ પણ સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે એક્ટ્રેસનું મોત કેન્સરને કારણે નહિ પણ કોઇ બીજા કારણે થયુ છે.

ઇન્ડિયા ટુડેના રીપોર્ટ અનુસાર, પૂનમ પાંડેનો પરિવાર એક્ટ્રેસની મોત બાદથી પહોંચની બહાર છે એટલે કે તેમનો કોઇ કોન્ટેક્ટ નથી થઇ શક્યો અને ફોન પણ બંધ આવી રહ્યા છે. પૂનમના કોઇ પણ પરિવારના સભ્યથી વાત નથી થઇ રહી. રીપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યુ છે કે પૂનમની બહેનને પણ ફોન કરવાની કોશિશ કરવામાં આવી, પણ તેનો ફોન સતત બંધ આવી રહ્યો છે.

અન્ય સભ્યોનો પણ કોઇ પણ રીતે સંપર્ક નથી થઇ રહ્યો. પૂનમ પાંડેના મોતનું કારણ સર્વાઇકલ કેન્સર જણાવવામાં આવી રહ્યુ છે. જો કે, ટાઇમ્સ નાઉના રીપોર્ટ અનુસાર, પૂનમ પાંડેના મોતનું કારણ કેન્સર નહિ પણ દવાનો ઓવરડોઝ છે. હજુ એ સામે નથી આવ્યુ કે એક્ટ્રેસ કઇ બીમારીની દવા લઇ રહી હતી. ટીમે પૂનમ પાંડેની મોત બાદ ઓફિશિયલ નિવેદન સોશિયલ મીડિયા પર જારી કર્યુ હતુ. ટીમનું કહેવુ છે કે પૂનમના મોતની જાણકારી તેની બહેને આપી હતી.

પૂનમ પાંડેની મોતને લઇને ઘણા લોકો વિચારમાં પડી ગયા કે જો તે સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી તો કોઇને આ વિશે જાણકારી કેવી રીતે નથી ? બીજો સવાલ એ છે કે જો તે કેન્સર જેવી મોટી બીમારી સામે લડી રહી હતી તો તેના ચહેરા પર અસર કેમ ન દેખાઇ ? એક એવો પણ સવાલ છે કે 3-4 દિવસ પહેલા સુધી તો તેણે પબ્લિક અપીયરેંસ પણ આપ્યુ છે. જો કે, સર્વાઇકલ કેન્સરથી થયેલ મોતની ખબર બાદ હવે રીપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂનમનું મોત ડ્રગ્સ ઓવરડોઝને કારણે થયુ છે.

પૂનમની બોડી ક્યાં છે તેની પણ કોઇ જાણકારી મળી શકી નથી. મુંબઇ પોલિસની જાણકારી અનુસાર, તેમણે પૂનમનું મોત દિલ્લીમાં થવાનું કહ્યુ છે, એ પણ કહેવાઇ રહ્યુ છે કે તે પૂણેમાં શુટિંગ કરી રહી હતી અને મોત બાદ તેનો પાર્થિવ દેહ કાનપુર લઇ જવામાં આવ્યો. જો કે, હાલમાં આ વિશે કંઇ પણ ના કહી શકાય.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

Shah Jina