32 વર્ષની નાની ઉંમરમાં જ બોલીવુડની આ અભિનેત્રીએ દુનિયાને કહ્યું અલવિદા, કેન્સરે લઇ લીધો જીવ, ચાહકોને લાગ્યો આંચકો

દુઃખદ: આ કેન્સરથી 32 વર્ષની હિરોઈન પૂનમ પાંડેનું થાય મૃત્યુ, પરિવારે ખુલાસો કરતા કહ્યું કે…વાંચો બધી ડિટેઇલ

Poonam Pandey Death : મનોરંજન જગતમાંથી જયારે કોઈ દુઃખદ ખબર સામે આવે છે ત્યારે ચાહકોને અચાનક આંચકો લાગતો હોય છે , ત્યારે આજે આવેલી ખબરે લોકોના હોશ ઉડાવી દીધા. બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેનું નિધન થયું હોવાની માહિતીએ ચાહકોના હોશ ઉડાવી દીધા હતા અને સૌ કોઈ તેના મોતની ખબર સાંભળીને આઘાતમાં છે, પૂનમના સોશિયલ મીડિયા પર તેના  મોતને લઈને પોસ્ટ કરવામાં આવી છે જેના બાદ ઇન્ડસ્ટ્રીમાં પણ માતામ છવાઈ ગયો છે.

પૂનમ પાંડેનું નિધન :

32 વર્ષીય પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું છે, “આજની સવાર અમારા માટે મુશ્કેલ છે. તમને જણાવતા અમને ખૂબ જ દુઃખ થાય છે કે સર્વાઇકલ કેન્સરને કારણે અમે અમારી પ્રિય પૂનમને ગુમાવી દીધી છે. તેમના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ તેમને પ્રેમથી મળ્યા. દુઃખના આ સમયમાં, અમે ગોપનીયતાની વિનંતી કરીશું. અમે શેર કરેલી દરેક વસ્તુ માટે અમે તેને પ્રેમથી યાદ કરીશું.”

કેન્સરે લીધો જીવ :

પૂનમ પાંડેની ટીમે જણાવ્યું કે પૂનમે તેના વતન કાનપુરમાં અંતિમ શ્વાસ લીધા. જો કે, તેમના અંતિમ સંસ્કાર અંગે હજુ વિગતોની રાહ જોવાઈ રહી છે. પૂનમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નિવેદન શેર કરવામાં આવ્યું છે. પૂનમ પાંડેએ વર્ષ 2013માં ફિલ્મ ‘નશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પૂનમ પાંડે લોકપ્રિય મોડલ હતી. તેણીએ 2011 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ પહેલા એક વિડિયો સંદેશમાં વચન આપ્યું હતું કે જો ભારત ફાઇનલ મેચ જીતી જાય તો તે પોતાના બધા જ કપડા ઉતારી દેશે.

છેલ્લે લોકઅપમાં જોવા મળી :

આ સંદેશ બાદ તે ખુબ જ ચર્ચામાં પણ આવી ગઈ હતી અને લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું હતું.  વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, પૂનમ છેલ્લે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવેલી ‘લોકઅપ’ની પ્રથમ સિઝનમાં જોવા મળી હતી. જો કે તે આ શો જીતી શકી ન હતી, પરંતુ તેણે તેના ચાહકો વચ્ચે ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી.

Niraj Patel