પોતાના ઓનસ્ક્રીન પિતા સાથે લગ્ન કરવા માગતી હતી એક્ટ્રેસ, કહ્યુ હતુ- જો તમે યંગ હોતા તો…
‘જો તમે જવાન હોતા તો…’ ઓનસ્ક્રીન પિતા સાથે લગ્ન કરવા માગતી હતી એકટ્રેસ, હવે 62 વર્ષની ઉંમરે પણ જિંદગી એકલી જીવી રહી છે
પૂનમ ઢિલ્લોન 80-90ના દાયકાની બોલિવૂડની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક રહી છે. તેણે પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું. પૂનમે સુનિલ દત્ત અને ફારૂક શેખ જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ એકવાર કહ્યું હતું કે તે તેના ઓનસ્ક્રીન પિતા સાથે લગ્ન કરવા માંગતી હતી.

1978માં મિસ યંગ ઈન્ડિયા જીત્યા બાદ પૂનમ ઢિલ્લોનને ઓળખ મળી હતી. આ સૌંદર્ય સ્પર્ધા દરમિયાન યશ ચોપરાએ તેના પર ધ્યાન આપ્યું, જેના કારણે તેની અભિનય કારકિર્દીની શરૂઆત થઈ. પૂનમ ઢિલ્લોનને આજે પણ નૂરી ફિલ્મમાં તેના શાનદાર અભિનય માટે યાદ કરવામાં આવે છે, જેમાં તેણે ફારુક શેખ સાથે અભિનય કર્યો હતો. તેની પહેલી જ ફિલ્મ સુપરહિટ રહી હતી.

આ પછી તેણે ત્રિશૂલ (૧૯૭૮), સોહની મહિવાલ (૧૯૮૪), તેરી મહેરબાનિયાં (૧૯૮૫) અને કર્મા (૧૯૮૬) જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. બાદમાં તે ટેલિવિઝન તરફ વળી, જ્યાં તેને ઘણી પ્રશંસા મળી. પૂનમ ઢિલ્લોને તેની કારકિર્દી દરમિયાન ઘણા કલાકારો સાથે કામ કર્યું છે. ફિલ્મ લૈલામાં તેને દિગ્ગજ અભિનેતા સુનીલ દત્ત સાથે કામ કરવાની તક મળી.

આ ફિલ્મમાં સુનિલ દત્તે પૂનમના પિતાની ભૂમિકા ભજવી હતી. લૈલા ફિલ્મના શૂટિંગ દરમિયાનની એક રમુજી ઘટનાને યાદ કરતાં ઢિલ્લોને કહ્યું કે તેણે મજાકમાં સુનીલ દત્ત સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, “જો તમે નાના હોત તો હું તમારી સાથે લગ્ન કરવા માંગત.” પૂનમ ઢિલ્લોને 1988 માં ફિલ્મ નિર્માતા અશોક ઠકેરિયા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ નવ વર્ષ પછી છૂટાછેડા થઇ ગયા. તેમને બે બાળકો છે.. 62 વર્ષની ઉંમરે, પૂનમ ઢિલ્લોન હવે તેના બાળકો સાથે રહે છે.

લગ્નજીવન તૂટી ગયા પછી તેણે પોતાને સંભાળી અને એકલા પોતાના બાળકોને ઉછેર્યા. ઇન્ડસ્ટ્રીથી દૂર રહ્યા પછી પણ તે ઘણી ઇવેન્ટ્સમાં જોવા મળે છે અને ચાહકો સાથે જોડાયેલી રહે છે. પૂનમ ઢિલ્લોને પોતાના 40 વર્ષના કરિયરમાં 90થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે અન્ય ભાષાઓમાં કેટલીક ફિલ્મો અને ટીવી શોમાં પણ કામ કર્યું. હવે 62 વર્ષની ઉંમરે તે એકલી અને ખુશીથી પોતાનું જીવન જીવી રહી છે.