‘દીયા ઔર બાતી હમ’માં સંધ્યા બિંદણીની દેરાણી બની ફેમસ થયેલી આ એક્ટ્રેસે કરી લીધા લગ્ન- જુઓ ભવ્ય લગ્નની તસવીરો

સુંદર લહેંગામાં દુલ્હનિયા તો શેરવાણીમાં દુલ્હે રાજા, જુઓ ‘દીયા ઔર બાતી હમ’ની પૂજા સિંહ અને કરણ શર્માના લગ્નની તસવીરો

‘દીયા ઔર બાતી હમ’ એક્ટ્રેસ પૂજા સિંહે કર્યા લગ્ન, વેડિંગ એન્ટ્રીથી લઇ જયમાલાની પહેલી ઝલક આવી સામે

‘દિયા ઔર બાતી હમ’ ફેમ અભિનેત્રી પૂજા સિંહે કરણ શર્મા સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતા. કરણ શર્માએ ‘સસુરાલ સિમર કા 2’માં કામ કરીને પ્રસિદ્ધિ મેળવી હતી. બંનેએ લગ્ન માટે ખૂબ જ આકર્ષક લુક પસંદ કર્યો હતો. અભિનેત્રી સુંદર લહેંગામાં અપ્સરા જેવી દેખાતી હતી, તો દુલ્હે રાજા કરણ શર્મા પણ શેરવાનીમાં કમ હેન્ડસમ નહોતો લાગતો.

પૂજા અને કરણે 30 માર્ચે મુંબઈમાં લગ્ન કર્યા હતા. આ કપલે પોતે એક ઇન્ટરવ્યુ દરમિયાન લગ્ન વિશે જણાવ્યું હતું. પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરોમાં પણ આ કપલ ખૂબ જ સુંદર લાગતું હતું. પૂજા અને કરણે બેસ્ટ વેડિંગ લુક પસંદ કર્યો હતો. ત્યારે લગ્ન બાદ કપલે ફેન્સ સાથે તસવીરો પણ શેર કરી છે. એક તસવીરમાં પૂજા કરણને ખૂબ જ પ્રેમથી કિસ કરતી જોવા મળી રહી છે.

લુકની વાત કરીએ તો વરરાજાએ સફેદ શેરવાની સાથે લાલ પાઘડી પહેરી અને દુલ્હને રેડ અને ઓરેન્જ લહેંગો પહેર્યો છે, જેના પર સુંદર વર્ક છે. કપલે મેચિંગ જ્વેલરી પણ પહેરી છે. કપલના લગ્નનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પૂજા અને કરણના લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી. કપલના લગ્નમાં આશી ઉપરાંત અભિનેતા સિદ્ધાર્થ પણ હાજર રહ્યો હતો.

જણાવી દઈએ કે પૂજા અને કરણના પ્રી-વેડિંગ ફંક્શન 29 માર્ચે યોજાયા હતા, જેમાં હલ્દીથી લઈને મહેંદી સુધીની વિધિઓ કરવામાં આવી હતી. પૂજા અને કરણ બંનેના આ બીજા લગ્ન છે. આ પહેલા પૂજાએ કપિલ છત્તાની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો.

કરણ સિંહે અગાઉ ટિયા કર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 2019માં બંનેના છૂટાછેડા થઈ ગયા. ત્યારે પહેલા લગ્ન તૂટ્યા બાદ હવે આ કપલે એકબીજા સાથે બીજા લગ્ન કર્યા છે. પૂજા અને કરણના ફેન્સ તેમને લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Arab & Telly 🇵🇸 (@arabxtelly)

Shah Jina