Video: પોલીસ યુનિફોર્મમાં કાચા બદામ ગીત ઉપર કમર મટકાવીને એવો કર્યો ડાન્સ કે લોકો જોતા જ રહી ગયા

સોશિયલ મીડિયામાં ઘણા ગીતો એવા આવે છે જેને ચાહકો ખુબ જ પસંદ કરે છે અને તેના ઉપર અવનવા વીડિયો પણ બનાવતા હોય છે, છેલ્લા થોડા સમયથી એક ગીત ખુબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને એ ગીત છે કાચા બદામ. આ ગીત ઉપર લાખોની સંખ્યામાં લોકોએ વીડિયો બનાવ્યા છે અને તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે.

કાચા બદામ ગીત ઉપર ડાન્સના અલગ અલગ સ્ટેપ કરી અને ઘણા લોકો ફેમસ પણ બની ગયા છે, તો સામાન્ય લોકોની સાથે સેલેબ્સ પણ આ ગીત ઉપર ઠુમકા મારતા જોવા મળે છે, ત્યારે હાલ આ ગીતનો નશો પોલીસકર્મીઓના ડ્રેસમાં રહેલા કેટલાક લોકો ઉપર પણ ચઢેલો જોવા મળ્યો હતો અને તેમને પણ આ ગીત ઉપર ડાન્સ કરતો એક વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો રહ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક મહિલા પોલીસકર્મીના ડ્રેસમાં  4  પુરુષ પોલીસકર્મીઓના ડ્રેસમાં ‘કાચા બદામ’ ગીત પર કમર હલાવતા જોવા મળે છે. તેમનો આ ડાન્સ વીડિયો જોઈને તમને પણ મજા આવશે. આ વીડિયો જોઈને તમે પણ હસવા લાગશો. લોકોને પણ આ વીડિયો જોઈને ખુબ મજા આવી રહી છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પાંચ લોકો પોલીસકર્મીઓના ગણવેશમાં એકસાથે લાઈનમાં ઉભા છે. જેમાં મહિલા વચ્ચે જોવા મળે છે. પછી બધા મળીને કાચા બદામ ગીત પર કમર હલાવવા લાગે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાંચ લોકોમાંથી માત્ર મહિલા જ ડાન્સ મૂવ્સ યોગ્ય રીતે બતાવી શકે છે, જ્યારે બાકીના ચાર લોકો માત્ર કમર હલાવતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Preeti G Goswami (@preetigoswami555)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચારેય પુરુષ થોડી જ સેકન્ડમાં ડાન્સ કરવાનું બંધ કરી દે છે. આ પછી મહિલાને પણ પોતાનો ડાન્સ રોકવાની ફરજ પડી છે. આ પછી પાંચેય હસવા લાગે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયોને જોઈને ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે અને ફોરવર્ડ પણ કરી રહ્યા છે. આ વીડિયો કલાકારો દ્વારા  શૂટિંગ માટે બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Niraj Patel