ધોમધખતા તડકાની અંદર તરસ્યા થયા કપિરાજ, પછી ટ્રાફિક પોલીસકર્મીએ કર્યું દિલ જીતી લેનારું કામ, જુઓ વીડિયો

દુનિયાની અંદર ઘણા એવા માણસો છે જે પોતાના દયાભાવ વાળા સ્વભાવના કારણે લોકોના દિલ જીતી લેતા હોય છે, આપણે દરેક વ્યક્તિને મદદ કરવી જોઈએ, પશુ પક્ષીઓને પણ મદદ કરવી જોઈએ, ખાસ કરીને એવા પ્રાણીઓની જે માણસો જેટલા બુદ્ધિશાળી નથી. દયાનો આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં મહારાષ્ટ્રની પોલીસ તરસ્યા કપિરાજને પાણી આપતા જોવા મળે છે.

મુંબઈ-અમદાવાદ રૂટ પર માલશેજ ઘાટ પર ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસકર્મીઓ નજીકના જંગલોમાંથી રસ્તાના પ્રાણીઓને આપવા માટે પાણીની ઘણી બોટલો લઈને જતા જોવા મળ્યા હતા. હૃદયદ્રાવક ઘટનાના એક વીડિયોમાં એક પોલીસ અધિકારી કપિરાજને પાણી આપવા માટે બોટલ પકડીને જોઈ શકાય છે. કપિરાજ પણ બોટલ હાથમાં પકડીને પોતાની તરસ છીપાવે છે. StreetDogsofBombay નામના ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા આ વીડિયો શેર કર્યો છે.

પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, ‘અંત સુધી જુઓ – નિર્દોષ પ્રાણી પ્રત્યે તેમની દયા અને કરુણા બદલ મહારાષ્ટ્ર પોલીસને સલામ. ઉનાળો વધી રહ્યો છે અને પ્રાણીઓ પાણી શોધી રહ્યા છે, તેથી કૃપા કરીને તમારા ઘરની બહાર પાણીના બાઉલ રાખો અને તેમને ગરમીથી બચાવો. આ ઉપરાંત, આપણે ઘણીવાર રખડતા પ્રાણીઓને દુકાન/હોટલ પાસે કલાકો સુધી આ આશામાં ઊભા રહેતા જોઈએ છીએ કે કોઈ તેમને બચેલો ખોરાક આપશે. તેમને શું ખબર કે ખાવા માટે દુકાનો પર પૈસાની જરૂર પડે છે. આ ઉપરાંત, કેટલાક લોકો પાળેલા અને રખડતા શ્વાન વચ્ચે ભેદભાવ કરે છે. લોકો રખડતા પ્રાણીઓને ગંદકી માને છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકો પોલીસની દયા અને કરુણાથી પ્રભાવિત થયા હતા. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો હ્રદય સ્પર્શી છે.’ આ ઉપરાંત અન્ય એક યુઝરે લખ્યું, ‘ભગવાન તે વ્યક્તિનું ભલું કરે જેણે પ્રાણીની મદદ કરી.’ અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Niraj Patel