સુરતમાં ડ્રાઈવરો વિફર્યા, કાયદાને લીધો હાથમાં, પોલીસકર્મીને દોડાવી દોડાવીને માર્યો માર, રોડ પર કર્યા ચક્કાજામ, જુઓ વીડિયો

સુરતમાં સિટી બસ પર પથ્થરમારો કરતાં અટકાવવા પહોંચેલી PCR વાનના પોલીસકર્મીને ઘેરી ડ્રાઈવરોનો હુમલો

Policeman beaten up by bus drivers in Surat : સરકાર દ્વારા ડ્રાઈવરને લઈને લાગુ કરવામાં આવેલા નવા નિયમને લઈને ડ્રાઈવરોમાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ટ્રક ડ્રાઈવરો હડતાલ પર પણ ઉતરી ગયા છે અને રસ્તા વચ્ચે જ ચક્કાજામ પણ કરવા લાગ્યા છે. સરકારના નવા નિયમ પ્રમાણે જો કોઈ ટ્રક ડ્રાઈવર વાહનને ટક્કર મારીને સ્થળ પરથી ભાગી જાય છે તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થશે. આ ઉપરાંત મોટો દંડ પણ ભરવો પડશે. તો આ નિયમને લઈને સુરત શહેરમાં BRTS-સિટી બસના 50 ટકા જેટલો સ્ટાફ હડતાળ પર ઊતરી ગયો છે.

સુરતમાં બની ઘટના :

ત્યારે આ દરમિયાન સુરતમાંથી પોલીસને માર મારવામાં આવતા હોય એવા દૃશ્યો પણ સામે આવ્યા છે. આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર સુરતના ડુમસ રોડ પર સીટી બસના ડ્રાઈવર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આંત્રોલી ખાતે સીટી બસ પહોંચતા જ માથાકૂટ થઇ ગઈ હતી. રોડ પર જ બસને ઉભી રાખીને તેમાં તોડફોટ પણ કરવામાં આવી રહી હતી. રોડ પર પણ સીટી બસ કોન્ટ્રાકટના કેટલાક ડ્રાઈવર અને કન્ડક્ટરો વિરોધ કરી રહ્યા હતા.

ડ્રાઈવરોએ કાયદો હાથમાં લીધો :

ત્યારે જ જયારે પોલીસ મામલો થાળે પાડવા માટે આવી ત્યારે વિરોધ કરી રહેલા લોકો પોલીસ સામે જ ઉગ્ર બની ગયા હતા. ટોળાએ પીસીઆર વેનમાં આવેલા પોલીસકર્મી પર જ હુમલો કરી દીધો હતો અને તેને દોડાવી દોડાવીને માર પણ માર્યો હતો. આ ઘટના કેમેરામાં પણ કેદ કરી લેવામાં આવી હતી અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. PCR વાનના 902ના પોલીસકર્મી પર જીવલેણ હુમલો થયો હોવાનું પણ સામે આવ્યું છે.

વાયરલ થયો વીડિયો :

સામે આવેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે પોલીસ વાન GJ 5 GV 2270માં આવેલા પોલીસકર્મી પર ટોળાએ હુમલો કર્યો હતો, જેના બાદ પોલીસકર્મી હુમલો થતા જ ત્યાંથી ભાગીને એક અન્ય કારમાં બેસી ગયો હતો, પરંતુ ટોળું તેની પાછળ જ રહ્યું હતું અને બીજી ખાનગી કારમાંમાંથી પણ તેને બહાર કાઢીને દોડાવી દોડાવીને માર મારી રહી હતી. ડ્રાઈવરોએ પોલીસકર્મીને ચપ્પલ અને ઢીક્કા મુક્કીના માર માર્યા હતાં.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel