વીડિયો : સુરતમાં માસ્ક વગર ભાઈને પકડતા મોટો ભાઈ જામીન માટે પોલીસ સ્ટેશનમાં ‘ચડ્ડો’ પહેરીને ગયો તો પોલીસે કહ્યું કે..પેન્ટ પહેરીને આવો

હાલ કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ઘણા લોકો નિયમોનો ભંગ કરતા પણ જોવા મળે છે, જેમને પોલીસ દ્વારા સજા પણ આપવામાં આવે છે. ત્યારે હાલ સુરતના અઠવા પોલીસે કર્ફ્યુનો ભંગ કરી રહેલા બે યુવકોની ધરપકડ કરી હતી. જેના બાદ તેમને છોડાવવા માટે એક જામીનદાર જામીનદાર પોલીસ સ્ટેશનમાં ચડ્ડો પહેરીને પહોંચતા પોલીસ દ્વારા તેને પેન્ટ પહેરીને આવવાનું કહેવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા જામીનદારને  પેન્ટ પહેરીને  આવવાનું કહેવામાં આવતા આ સમગ્ર મામલો ગરમાયો હતો. પોલીસ જયારે જામીનદારને કહ્યું કે ચડ્ડો પહેરીને આવ ત્યારે જામીનદારે પોલીસ સમક્ષ આજીજી કરતા જણાવ્યું હતું કે તે દૂરથી આવે છે અને સ્વીગી ઝોમેટોમાં કામ કરતા હોવાથી આ સમયે ક્યાં જઈ શકે ? પરંતુ પોલીસ દ્વારા તેમનું એક સાંભળવામાં ના આવ્યું અને ધમકાવી પેન્ટ પહેરવું જ પડશે તેમ જણાવવામાં આવતા જામીનદાર સાથે આવેલા મિત્રએ તેને પોતાનું પેન્ટ પહેરવા માટે જણાવ્યું હતું.

જયારે જામીનદારના મિત્રએ તેનું પેન્ટ પહેરવા માટે જણાવ્યું તેના બાદ પોલીસને ચેંજિંગ રૂમ વિશે પૂછવામાં આવતા પોલીસ સ્ટેશનના કર્મીઓ ગુસ્સે ભરાઈ ગયા હતા અને અહીંયા કોઈ ચેંજિંગ રૂમ નથી, બહાર ગાર્ડનમાં જઈને બદલી આવો તેમ કહેતા મામલો વધુ ગરમાયો હતો. જે ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.  આ વીડિયોની અંદર પોલીસ એમ પણ કહી રહી છે કે “આ સરકારી ઓફિસ છે, અહીંયા લેડીઝ પણ કામ કરતી હોય છે, જેમ ફાવે તેમ દોડ્યા આવો છો આ બગીચો છે ?” આ ઉપરાંત પોલીસકર્મી એમ પણ કહી રહ્યા છે કે “કહેર જગ્યામાં આવ્યા છો તો વ્યવસ્થિત કપડાં તો પહેરવા પડે ને ?”

વીડિયોની અંદર જામીનદાર સાથે આવેલ તેનો મિત્ર એમ પણ જણાવી રહ્યો છે કે અમે તાત્કાલિક આવી ગયા છીએ, ત્યારબાદ તે જામીનદારરને પેન્ટ પહેરવાનું કહે છે, જ્યારે જામીનદારનો મિત્ર પેન્ટ બદલવા માટે જગ્યા માંગે છે ત્યારે પોલીસકર્મી વધારે ગુસ્સે ભરાય છે અને કહે છે કે લેડીઝ હોય તો અમે મદદ કરીએ. તને નથી કરવી, વધારે બોલીશ તો તને પણ અંદર મૂકી દઈશું.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે જામીનદારનો મિત્ર વીડિયો બનાવે છે સાથે પોલીસને વારંવાર વિનંતી કરે છે કે ગરીબ માણસ સાથે આવું ના કરો, રાત્રે 10 વાગ્યા હોવાના કારણે વ્યક્તિ નાઈટ ડ્રેસમાં આવ્યો હોવાના કારણે આ હોબાળો મચ્યો હતો. આ ઘટના 24 મેના રોજ રાત્રે 10 વાગ્યા પછીની જણાવવામાં આવી રહી છે. જુઓ વીડિયો.

Niraj Patel