બિપરજોય વાવાઝોડામાં કચ્છની અંદર ખડેપગે પોતાની ફરજ બજાવી રહેલા PSOનું અચાનક થયું મોત, પોલીસ બેડામાં વ્યાપ્યો માતમ

નિવૃત્ત થવામાં માત્ર 6 મહિના જ બાકી હતા, આવ્યું બિપરજોય વાવાઝોડું અને ફરજ બજાવી રહેલા આ પોલીસકર્મીને મળ્યું મોત, જાણો કારણ

Police man died of heart attack : છેલ્લા 3 દિવસ ગુજરાત માટે ખુબ જ ભારે રહ્યા, જેમાં ગુજરાતની અંદર બિપરજોય વાવાઝોડાએ કાળો કહેર વર્તાવ્યો.ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાની મોટી અસર જોવા મળી હતી. ત્યારે વાવાઝોડાનો સામનો કરવા માટે પોલીસ, પ્રસાશન અને NDRFની ટીમ પણ ખડેપગે ઉભી રહીને લોકોની મદદ કરી રહી હતી.

ત્યારે આ દરમિયાન એક દુઃખદ ખબર પણ સામે આવી છે. જેમાં કચ્છના જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા એક પોલીસ કર્મચારીનું ગત રોજ મોદી રાત્રે ચાલુ ફરજ દરમિયાન જ હાર્ટ એટેકે આવવાના કારણે મોત થયું હતું. જેને લઈને પોલીસ બેડામાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત વધુ માહિતી અનુસાર બિપરજોય વાવાઝોડું જે જગ્યાએ ગુજરાતમાં ટકરાયું એ જખૌમાં આવેલા મરીન પોલીસ સ્ટેશનમાં PSO અનિલ જોશી ફરજ બજાવી રહ્યા હતા. વાવાઝોડા દરમિયાન પણ તેઓ ફરજ પર જ હતા. આ દરમિયાન મોડી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ તેમને હાર્ટ એટકે આવ્યો હતો, જેમાં તેમનું મોત થયું.

અનિલ જોશી મૂળ અંજારના રહેવાસી હતા અને તેમના નિવૃત્તિના માત્ર 6 મહિના જ બાકી રહ્યા હતા. ત્યારે તેમના આમ અકાળે નિધનના કારણે પોલીસ બેડામાં પણ માતમ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છમાં સ્થતિ ખુબ જ ખરાબ હતી, પોલીસની ટિમો પણ સતત ખડેપગે ફરજ બજાવી રહી હતી, ત્યારે આ ખબરે પરિવાર અને પોલીસ બેડામાં શોકની લાગણી જન્માવી છે.

 

Niraj Patel