ખુલ્લા પગે હાથ રીક્ષા લઈને ચાલી રહ્યો હતો વ્યક્તિ, ત્યારે જ પોલીસ કર્મીએ જે કર્યું તે જોઈને તમે પણ નતમસ્તક થઇ જશો, જુઓ વીડિયો

આજે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ વિષયોને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને તમે પણ હેરાન રહી જતા હોય. તો ઘણા લોકોના એવા વીડિયો પણ સામે આવે છે જેમાં કેટલાક લોકો માનવતા પણ મહેકાવી જતા હોય છે. સોશિયલ મીડિયામાં હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પોલીસકર્મીની દરિયાદિલીના લોકો વખાણ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં એક પોલીસકર્મીએ ઉદારતા દાખવીને રસ્તા પર ખુલ્લા પગે હાથ રીક્ષા લઈને ચાલી રહેલા ચાલકને નવા ચપ્પલ ખરીદીને ભેટ આપી હતી. આ વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ લોકોએ તેના દિલથી વખાણ કર્યા. કોઈ વ્યક્તિ માટે ચપ્પલની જોડી કેટલી મહત્વની હોય છે, તે ખાલી પગે કામ કરનારા જ સમજી શકે છે.

આ ક્લિપ ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી શિવાંગ શેખર ગોસ્વામીએ ટ્વિટર પર શેર કરી હતી. જેમાં હાથ રીક્ષા ખેંચનારને રસ્તા પર ખુલ્લા પગે ચાલતા જોઈ શકાય છે. થોડીક સેકન્ડો પછી, એક પોલીસ અધિકારી માણસને ચપ્પલની નવી જોડી ભેટમાં આપતા જોવા મળે છે. વીડિયોના અંતમાં રીક્ષા ચાલક જૂતા પહેરીને પોલીસકર્મીનો આભાર માનતો જોવા મળે છે.

આ વીડિયો પોસ્ટ કરીને તેમણે કેપ્શનમાં લખ્યું, “ખૂબ સુંદર, પ્રશંસનીય કામ.. અમે હંમેશા તમારી સાથે છીએ.” આ વીડિયો શેર થયા બાદથી ઇન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. પોલીસ કોન્સ્ટેબલની આવી કામગીરી નેટીઝન્સના દિલને સ્પર્શી ગઈ છે. તેમણે કોમેન્ટ બોક્સને હાર્ટ ઈમોજીસથી ભરી દીધું અને પોલીસ અધિકારીની ઉદારતાની પ્રશંસા કરી.

Niraj Patel