અમુલની લસ્સીમાં ફંગસ નીકળી? વીડિયો વાયરલ થયા બાદ AMUL એ સ્પષ્ટતા – જાણો સમગ્ર મામલો

Amul Lassi Video Of Fungus : દૂધ અને દૂધ પ્રોડક્ટ્સ બનાવનાર દિગ્ગજ કંપની અમૂલ એક વિવાદને કારણે ચર્ચામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૂલ લસ્સી એક્સપાયર થઈ ગઈ છે અને તેમાં ફંગસ છે. હવે આ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા અમૂલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક લાંબી પોસ્ટ લખી છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો,

જેમાં એક વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે તે તેણે બે અમૂલ લસ્સી ખરીદી હતી, તેમાંથી એકમાં ફંગસ હતી. આ સાથે લસ્સી પણ એક્સપાયર થઈ ચૂકી હતી. આ વીડિયો પોસ્ટ થયાના થોડા સમય બાદ જ આ વાયરલ થઇ ગયો. આ પછી અમૂલ લસ્સીની ગુણવત્તાને લઈને ઘણા પ્રશ્નો ઉભા થવા લાગ્યા. તે બાદ હવે કંપનીએ આ મામલે પોતાનો ખુલાસો આપ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ અમૂલે આ મામલે તરત જ પ્રતિક્રિયા આપતા એક લાંબી પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં કંપનીએ લખ્યું કે આ વીડિયો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે.

આ વીડિયો લોકોમાં ખોટી માહિતી અને ભય ફેલાવવા માટે બનાવવામાં આવ્યો છે. અમૂલે લખ્યું કે આ વિડિયો બનાવનાર વ્યક્તિએ કંપનીનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો ન હતો અને તેના સ્થાન વિશે પણ કોઈ માહિતી આપી ન હતી. આ સાથે અમૂલે વધુમાં કહ્યું હતું કે અમે અમારા તમામ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવાની સંપૂર્ણ ખાતરી આપીએ છીએ. કંપનીની તમામ પ્રોડક્ટ્સ લીક ​​પ્રૂફ ટેક્નોલોજીથી બનેલી છે.

આ કિસ્સામાં લસ્સીમાં ફંગસ એટલે કે ફૂગ આવવાનો કોઈ પ્રશ્ન નથી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અમૂલ લસ્સીમાં કાણું છે. આવી સ્થિતિમાં, લસ્સીમાં ફંગસ આ કાંણાથી જ આવી હશે. કંપનીએ ગ્રાહકોને વિનંતી કરી કે તેઓ આ વીડિયો પર ધ્યાન ન આપે અને કોઈપણ પ્રકારની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 1800 258 3333 પર કૉલ કરીને તેમની ફરિયાદ નોંધાવે.

ત્યારે હવે આ મામલે ગાંધીનગર ભાટની અમૂલ ડેરીનાં જનરલ મેનેજર દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જે વીડિયો સામે આવ્યો તેમાં એક ઇસમ કોઈ અજાણ્યા પાર્લર પર અમૂલ લખેલા લસ્સીના ટેટ્રા પેકનો વીડિયો ઉતારી યે અમુલ કી લસ્સી હૈ, મે કાટ રહા હું દેખો તેવું કહી રહ્યો છે.

Shah Jina