બેબોની વધી ગઈ મુશ્કેલીઓ, આખરે કરીના કપૂરના વિરુદ્ધ પોલીસમાં નોંધાઈ ગઈ ફરિયાદ, ધાર્મિક ભાવનાઓ આહત કરવાનો આરોપ

કરીના ખાનના ફેન્સના માથે તૂટી પડ્યો દુઃખનો પહાડ, હિન્દૂ ભાવના વિરુદ્ધ એવું કર્યું કે લોકોનો મગજ ફાટ્યો

બોલીવુડની બેબો ઉર્ફે કરીના કપૂર તેની બીઝી પ્રેગ્નન્સી બાદ ખુબ જ ચર્ચામાં છે. તેને એક દીકરા જેહને જન્મ આપ્યો છે. આ દરમિયાન તે ઘણી બધી જગ્યાએ સ્પોટ થતી પણ જોવા મળે છે, પરંતુ હાલમાં કરીના કપૂરની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

કરીના કપૂરે હાલમાં જ પોતાનું પુસ્તક “કરીના કપૂર પ્રેગ્નેન્સી બાઇબલ” લોન્ચ કર્યું છે. હવે આ પુસ્તકનું નામ વિવાદોમાં આવી ગયું છે. કરીના કપૂર ખાનના પ્રેગ્નેન્સી બાઇબલના ટાઇટલ ઉપર ક્રિશ્ચિયન ગ્રુપ દ્વારા આપત્તિ વ્યક્ત કરતા તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

ક્રિશ્ચિયન ગ્રુપ દ્વારા બુધવારના રોજ કરીના અને બે અન્ય લોકો વિરુદ્ધ મહારાષ્ટ્રના બીડ શહેરમાં ફરિયાદ કરતા તેમના ઉપર સમુદાયની ધાર્મિક ભાવનાઓ આહત કરવાનો આરોપ લગાવ્યો છે. અલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન મહાસંઘના પ્રેસિડેન્ટ આશિષ શિંદેએ પુસ્તકને લઈને બીડના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

આ ફરિયાદની અંદર જણાવવામાં આવ્યું છે કે “પ્રેગ્નેન્સી બાઇબલ”ની લેખિકા કરીના કપૂર ખાન અને અદિતિ શાહ ભીમજાની અને તેને જગરનોટ્સ બુક્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. શિંદેએ જણાવ્યું કે પવિત્ર શબ્દ બાઇબલ પુસ્તકના ટાઇટલમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને ઈસાઈયોની ભાવનાઓને આહત કરી છે. તેને આઈપીસીની કલમ 295એ અંતર્ગત કરીના અને અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગ કરી છે.

એક પોલીસ અધિકારી દ્વારા ખાતરી કરવામાં આવી છે કે ફરિયાદ મળી છે. પરંતુ હજુ કોઈ એફઆઈઆર દાખલ નથી કરવામાં આવી. શિવાજી નાગર પોલીસ સ્ટેશન ઇંજરજ ઇન્સ્પેકટર સાંઈનાથા થોમ્બેર દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું કે “અમને ફરિયાદ મળી છે. પરંતુ કોઈ કેસ દાખલ નથી થયો કારણ કે ઘટના અહીંયાની નથી. મેં તેમને સલાહ આપી છે કે તે મુંબઈમાં કેસ દાખલ કરે.”


તમને જણાવી દઈએ કે કરીના કપૂરે આ વર્ષની શરૂઆતમાં જ પોતાના બીજા દીકરા જેહને જન્મ આપ્યો છે, કરીનાએ પોતાનું આ પુસ્તક પોતાના બીજા દીકરાના જન્મ બાદ જ લખ્યું છે. જેમાં તેને પોતાની બંને પ્રેગ્નેન્સીનો અનુભવ શેર કર્યો છે. કરીનાનું આ પુસ્તક લોન્ચ થવાની સાથે જ બેસ્ટ સેલર બની ગયું છે. કરીના આ પુસ્તકને પોતાની ત્રીજી પ્રેગ્નેન્સી જણાવે છે

Niraj Patel