જામનગરમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં નિયમોને નેવે મૂકી રસ્તા વચ્ચે જ ગરબા રમનારા પર પોલીસે હવે એવી કાર્યવાહી કરી કે જીવનભર યાદ રહી જશે, જુઓ

જામનગરમાં રોડ સેફટીના નિયમોના ધજાગરા ઉડાવીને રસ્તા વચ્ચે જ  ગરબા રમી રહેલા ગ્રુપ પર પોલીસે કરી લાલ આંખ, ઇસ્કોન અકસ્માત બાદ સજાગ થઇ પોલીસ

Police action on people doing Garba on the road in Jamnagar : ગુજરાત હાલ વરસાદી આફતથી ઘેરાયેલુ છે, સોશિયલ મીડિયામાં પણ આ આફતના ઘણા બધા વીડિયો સામે આવ્યા છે, જેમાં કુદરતની તબાહીના દૃશ્યો જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. ત્યારે આ દરમિયાન ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાની જ મોજમાં જીવતા હોય છે. આવો જ એક વીડિયો ગતરોજ સામે આવ્યો હતો જામનગરમાંથી. જ્યાં એક ગરબા ગ્રુપ રસ્તાની વચ્ચે જ ગરબા રમતું જોવા મળ્યું હતું. ત્યારે હવે તેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે.

રોડ પર રમ્યા ગરબા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના બેદી બંદર પર જ્યાં ભારે વાહનોની અવર જવર પણ રહેતી હોય છે એવા આ રોડ પર વાહનોને ઉભા રખાવીને કેટલાક યુવાન યુવતીઓ ગરબે ઘુમતા જોવા મળ્યા હતા. તેમને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યો હતો. ત્યારે આ યુવક યુવતીઓની રીલ વાયરલ થયા બાદ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી હતી અને પછી પોલીસે પણ આ મામલે તાબડતોબ પગલાં લીધા હતા.

પોલીસે કરી કાર્યવાહી :

આ વીડિયોને લઈને હવે પોલીસે પણ તેમના વિરુદ્ધ લાલ આંખ કરી હતી અને જે ગરબા ગ્રુપ આ રીતે રસ્તા વચ્ચે જ ગરબા કરીને વીડિયો બનાવી રહ્યું હતું એ “રાસ રસિયા ગરબા ક્લાસીસ”ના સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે રોડ સેફટીના નિયમોને નેવે મૂકી અને આ રીતે જાહેર રસ્તા પર જ ગરબા કરવા “રાસ રસિયા ગરબા ક્લાસીસ”ના આ ગ્રુપને ભારે પણ પડી ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


ઇસ્કોન ઘટના બાદ પોલીસ સજાગ :

તમને જણાવી દઈએ કે બુધવાર રાત્રે ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને લોકો પણ રોડ સેફટીના નિયમોનું કડકાઈથી પાલન કરે તે માટે થઈને સજાગતા દાખવી રહી છે. ત્યારે જામનગરમાં થયેલી આ કાર્યવાહી પણ તેનું એક ઉદાહરણ બન્યું છે. ઘણા લોકો રીલ્સ બનાવવાના ચક્કરમાં નિયમોના ધજાગરા ઉડાવતા હોય છે, ત્યારે હવે પોલીસની નજરમાં આવતા જ એવા લોકોની ખેર નથી.

Niraj Patel