યુવતી મોતને વહાલું કરવા માટે આઈસ્ક્રીમમાં ઝેર ભેળવીને લાવી, પરંતુ 4 વર્ષના દીકરા અને સગી બહેનને જ ખોઈ બેઠી, વાંચો સમગ્ર મામલો

ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા હોય છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં એવા ઘણા કિસ્સાઓ પણ વાયરલ થતા જોવા મળે છે. પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને તમારા પણ હોશ ઉડી જશે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

કેરળના કસરગોડ જિલ્લાની અંદર એક 28 વર્ષીય વર્ષાએ પોતાના જીવનથી કંટાળીને મોતને વહાલું કરવાનું વિચાર્યું અને જેના માટે તેને આઈસ્ક્રીમની અંદર ઝેર ભેળવી દીધું. પરંતુ તેને જે વિચાર્યું હતું તેના કરતા કંઈક જુદું જ બન્યું.

બન્યું એવું કે આઈસ્ક્રીમમાં ઝેર ભેળવ્યા બાદ તે સુઈ ગઈ અને આઈસ્ક્રીમ ડબ્બા એમ જ રહેવા દીધા. પરંતુ ક્યારે તેને ઉઠીને જોયું તો આઈસ્ક્રીમના બંને ડબ્બા જોવા ના મળ્યા. આ આઈસ્ક્રીમ ને તેનો 4 વર્ષનો દીકરો અદ્વૈત, 2 વર્ષીય દીકરો નિશાન અને 19 વર્ષીય બહેન દ્રિશા આરોગી ગયા હતા. પરંતુ કોઈમાં ઝેરના લક્ષણો ના જણાવવાના કરે તેને ઝેર ભેળવ્યાની વાત કોઈને જણાવી નહિ.

બીજા દિવસે અદ્વૈતને ઉલ્ટીઓ થવાના કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું, તો વર્ષાની અબહેન દ્રિશાની પણ તબિયત બગડવાના કારણે તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.

વર્ષા તેના બે બાળકો, માતા અને બહેન સાથે રહેતી હતી. પરંતુ વર્ષાની એક ભૂલથી બે માસૂમોને પોતાના જીવથી હાથ ધોવો પડ્યો હતો.

Niraj Patel