કવિની કવિતા અધૂરી રહી, વાંચતા હાર્ટએટેકથી સીધાવી ગયા પરલોક…જુઓ મોતનો LIVE વીડિયો
હાર્ટ એટેકના વધતા જતા કેસો લોકોમાં ચિંતા જગાવી રહ્યા છે. લગભગ દરરોજ આવા કિસ્સાઓ અને તેમની સાથે જોડાયેલા કેટલાક વીડિયો સામે આવતા રહે છે, જે ચોંકાવનારા હોય છે. આવો જ એક કિસ્સો હાલમાં ફરી સામે આવ્યો.
ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં કવિતા સંભળાવતી વખતે એક કવિનું મોત થઇ ગયુ. આ ઘટના સામે બેઠેલા કોઈના મોબાઈલ ફોનમાં કેદ થઈ ગઈ હતી. ઉધમ સિંહ નગરમાં પંતનગર કૃષિ યુનિવર્સિટીના ડૉ.બી.બી. સિંહ ઓડિટોરિયમમાં કાવ્યોત્સવ ચાલી રહ્યો હતો.
બહાદુર ભારતીય સૈનિકોના સન્માનમાં રાષ્ટ્રીય સ્વરક્ષણ અભિયાન દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક કવિઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પંતનગરના રહેવાસી સુભાષ ચતુર્વેદી કવિતાનું પઠન કરી રહ્યા હતા. કવિ સુભાષે થોડીક પંક્તિઓ વાંચી અને પછી અચાનક પાછળ પડી ગયા. આયોજકો દ્વારા તેમને તરત યુનિવર્સિટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ત્યાંથી તેમને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા.
જો કે, ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તે બાદ પરિવાર તેમને પૈતૃક આવાસ લંકા કિલા મથુરા (યુપી) લઇને ચાલ્યા ગયા. જણાવી દઇએ કે, સુભાષ ચતુર્વેદીને વર્ષ 1974માં પંતનગર વિવિમાં સહાયક લેખાકારના પદ પર નિયુક્તિ મળી હતી. વર્ષ 2014માં તેમણે વિવિથી સેવાનિવૃત થઇ જવાહરનગરમાં આવાસ બનાવ્યું. તેમના દીકરા દ્વારા વિશ્વવિદ્યાલય પરિસરમાં સેન્ટર કેન્ટીનનું સંચાલન કરવામાં આવે છે.
पंतनगर में एक कवि का अंतिम कविता पाठ..
देश में अचानक हुई मौतों के ट्रेंड पर ना सरकार को चिंता है और ना ही स्वास्थ्य मंत्रालय को। सब कान में रुई डालकर बैठे हैं..
किसी को तो इस गंभीर बात पर ध्यान देना होगा! हार्ट अटैक तो जैसे मजाक बना गया है। pic.twitter.com/LEd4T6POBM
— Govind Pratap Singh | GPS (@govindprataps12) January 29, 2024