PNB બેંકમાં ધોળા દિવસે લૂંટ, હથિયાર લઇ બેંકમાં ઘૂસ્યા લૂંટેરા, થોડી જ મિનિટોમાં 22 લાખની લૂંટ કરી થયા ફરાર- વીડિયો આવ્યો સામે

PNB બેંકમાં 22 લાખની ધોળા દિવસે લૂંટ, હથિયાર લઇ બેંકમાં ઘૂસ્યા હતા લૂંટેરા, ઘટના CCTVમાં થઇ કેદ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર લૂંટના મામલા સામે આવે છે, જેમાં લાખો કરોડોની લૂંટ થઇ હોવાનું સામે આવે છે. હાલમાં પંજાબ નેશનલ બેંકમાંથી લાખોની લૂંટ થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. પંજાબના અમૃતસરમાં ગુરુવારના રોજ બદમાશોએ એક મોટી લૂંટ કરી હતી. બદમાશોએ રાની કા બાગ વિસ્તારમાં પંજાબ નેશનલ બેંકની બ્રાંચમાં લૂંટની વારદાતને અંજામ આપ્યો હતો. ગુરુવારે ધોળા દિવસે લગભગ બપોરે 12 વાગ્યા આસપાસ બે લૂંટેરા આવ્યા અને બેંકમાંથી 22 લાખ લઇ ફરાર થ ગયા.

આ લૂંટારા એક્ટિવા પર સવાર થઇ આવ્યા હતા અને લૂંટ બાદ તેના પર જ ભાગી ગયા હતા. ઘટનાની સૂચના મળતા જ પોલિસ અધિકારીઓએ બેંકમાં તપાસ કરી. બેંક કર્મચારીઓ અનુસાર, લૂંટેરા કેશિયર પાસે આવ્યા અને બંદૂકની અણીએ બોલ્યા- જેટલી પણ કેશ છે તે મને આપી દે. તે બાદ પૈસા લૂંટી લૂંટારૂઓ ફરાર થઇ ગયા. લૂંટારૂઓએ પોતાનો ચહેરો કવર કરી રાખ્યો હતો. આ ઘટના બાદ બેંક કર્મચારી ખૌફમાં છે.

બેંકના કર્મચારીઓએ જણાવ્યુ કે, 20 લાખ ઉપરની રાશિ છે પણ કેશની ગણતરી જારી છે. ત્યાં પોલિસ અધિકારીઓએ જણાવ્યુ કે, સીસીટીવી ફુટેજ આધારે તપાસ થઇ રહી છે. લૂંટારૂઓની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને જલ્દી જ તેઓ પકડાઇ જશે. પોલિસ અધિકારીઓ અનુસાર, જે સ્કૂટી પર લૂંટારૂઓ આવ્યા હતા કે સફેર રંગની હતી અને તેના પર પઠાનકોટનો નંબર લાગેલો હતો. અમૃતસરના ડીસીપીએ જણાવ્યુ કે, અમૃતસર અને આસપાસના જિલ્લાની પોલિસને ઘટનામાં ઉપયોગ થયેલ સ્કૂટી વિશે એલર્ટ કરી દેવામાં આવી છે.

એક લૂંટેરો બહાર જ ઊભો રહ્યો હતો અને બીજો નકાબપોશ બેંકની અંદર ગયો. તેના હાથમાં બંદૂક હતી અને તે સીધો જ કેશિયરની વિન્ડો બહાર પહોંચ્યો અને ત્યાં બેસેલા કર્મચારીને બંદૂકથી ધમકાવી લગભગ 22 લાખ જેટલી રોકડ લઇ ફરાર થઇ ગયો. અમૃતસરના રાની કા બાગ સ્થિત PNBની જે બ્રાંચમાં લૂંટ થઇ તેના ફર્સ્ટ ફ્લોર પર PNBનું ક્ષેત્રીય કાર્યલય પણ છે. તેમ છત્તાં બેંકમાં કોઇ સિક્યોરિટી ગાર્ડ નહોતો. PNBથી લગભગ 10 કદમની દૂરી પર ઇન્ડિયન ઓવરસીઝ બેંકની બ્રાંચ છે, જ્યાં સિક્યોરિટી ગાર્ડ તૈનાત રહે છે.

Shah Jina