યોગી આદિત્યનાથે PM મોદીને ભેટ સુરતના આ ગુજરાતી દ્વારા તૈયાર કરાયેલ રામ મંદિરની પ્રતિકૃતિ, જુઓ વીડિયો

CM યોગીએ PM મોદીને ભેટ કરી અયોધ્યાના રામ મંદિરની ચાંદીની પ્રતિકૃતિ, સુરતના આ ગુજરાતી એ  કરી છે 3 મહિનામાં તૈયાર

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર CM યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ કરી. પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન બાદ મંદિર પરિસરમાં લાગેલા મંચથી PM મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. આ પહેલા યોગી આદિત્યનાથે તેમને આ ભેટ આપી. આ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવત પણ હાજર હતા.

CM યોગીએ PMને ભેટ કરી રામ મંદિરની પ્રતિકૃતિ

યોગી આદિત્યનાથે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને પણ રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ કરી હતી. રામ મંદિરની પ્રતિકૃતિને ચાંદીથી બનાવવામાં આવી છે. પીએમ મોદી અને મોહન ભાગવતને પ્રતીક ચિન્હના રૂપમાં મંદિરની પ્રતિકૃતિ ભેટ કરવામાં આવી. ચાંદીથી બનેલ હોવાને કારણે પ્રતિકૃતિનું વજન વધારે છે.

બીજી પ્રતિકૃતિ મોહન ભાગવતને ભેટ કરી

મંચથી ઘોષણા કર્યા પછી સીએમ પોતાની ખુરશીથી ઉઠ્યા અને આ દરમિયાન એક અધિકારી પ્રતિકૃતિ લઇને આવ્યા. જે પછી સીએમએ પીએમ મોદીને પ્રતિકૃતિ ભેટ આપી. આ દરમિયાન મોહન ભાગવતના એસપીજીના કમાન્ડોને ઇશારો કર્યો કે તે આવી પ્રતિકૃતિ લઇ જાય. વજન વધારે હોવાને કારણે કમાન્ડોએ સંભાળી પ્રતિકૃતિ ઉઠાવી. આ પછી યોગી આદિત્યનાથે બીજી પ્રતિકૃતિ મોહન ભાગવતને ભેટ કરી.

સુરતના જાણીતા જ્વેલર્સ દ્વારા તૈયાર કરાઇ પ્રતિકૃતિ

જણાવી દઇએ કે, આ પ્રતિકૃતિ સુરતના જાણીતા જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે ચાંદીનું છે. પહેલીવાર જ્યારે આ મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારે તેનું વજન અંદાજે 5 કિલો જેટલું હતું પણ યોગીજીના સૂચન બાદ તેનું વજન 2 કિલો જેટલું ઘટાડવામાં આવ્યું. એટલે કે પીએમ મોદી અને મોહન ભાગવતને જે પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી છે તેનું વજન 3 કિલો આસપાસ છે. આ પ્રતિકૃતિને સુરતના ડી.ખુશાલદાસ જ્વેલર્સના માલિક દિપક ચોકીએ તૈયાર કરી છે અને અંદાજે ત્રણેક મહિના જેટલો સમય બનાવવા માટે લાગ્યો છે.

Shah Jina