પ્રધાનમંત્રી મોદીએ આપી સાદગીની ઉમદા મિશાલ, છત્તીસગઢના CMના શપથ સમારંભમાં કર્યું એવું ઉમદા કામ કે વીડિયો થયો વાયરલ

PM મોદીની સાદગીના ફરી એકવાર દીવાના બન્યા દેશવાસીઓ, રાજ્યપાલ માટે મંચ પરથી જ કર્યું એવું કામ કે સભા મંડપ પણ લગાવવા લાગ્યો મોદી મોદીના નારા,  જુઓ વીડિયો

Pm Modi Helped In Moving A Table : ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળના નેતા વિષ્ણુદેવ સાંઈએ બુધવારે છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. સાઈની સાથે ભાજપના ધારાસભ્યો અરુણ સાઓ અને વિજય શર્માએ પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન રાજધાની રાયપુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

રાજ્યપાલ હતા અસ્વસ્થ :

શપથ ગ્રહણ સમારોહમાં એક રસપ્રદ દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. આ દરમિયાન પીએમ મોદી અલગ અંદાજમાં જોવા મળ્યા. તેમણે સ્ટેજ પર કંઈક એવું કર્યું જેને જોઈને બધા ચોંકી ગયા. હકીકતમાં શપથ ગ્રહણ સમારોહ શરૂ થવાનો જ હતો ત્યારે રાજ્યપાલ હરિચંદનની ખુરશીની સામેનું ટેબલ થોડે દૂર ખસી ગયું હતું. પીએમ મોદી પણ તેમની બાજુમાં ઉભા રહીને જનતાનું અભિવાદન કરી રહ્યા હતા. વડાપ્રધાનને ઉભા જોઈને રાજ્યપાલ પણ થોડી અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા.

પીએમ મોદીએ ખસેડ્યું ટેબલ :

ત્યારબાદ પીએમ મોદીની નજર રાજ્યપાલ હરિચંદન તરફ ગઈ. રાજ્યપાલને અસ્વસ્થ જોઈને પીએમ મોદીએ ખૂબ જ સાદગી સાથે તેમનું સન્માન કર્યું અને તેમની સામે પડેલું ટેબલ રાજ્યપાલની ખુરશીની નજીક ખેંચ્યું. પીએમે પોતે રાજ્યપાલનું ટેબલ ખસેડ્યું હતું. આ સાથે તેમણે રાજ્યપાલનું માઈક પણ સરખું કર્યું હતું. વડાપ્રધાનને ટેબલ ખસેડતા જોઈને નજીકમાં હાજર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા તરત જ ત્યાં પહોંચી ગયા અને આમાં મદદ કરી.

જનતાને પસંદ આવી સાદગી :

બંધારણીય પદ પર રહેલા રાજ્યપાલ પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આદર જોઈને રાજ્યપાલ સહિત મંચ પર બેઠેલા તમામ મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા. પીએમની સાદગી અને રાજ્યપાલના બંધારણીય પદ માટે તેમનું સન્માન જોઈને પ્રેક્ષકોમાં બેઠેલા લોકો મોદી મોદીના નારા લગાવવા લાગ્યા.  આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. દરેક લોકો પીએમ મોદીના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે નાની-નાની બાબતો પણ બહુ મહત્વ ધરાવે છે. આ નાની નાની બાબતો જ દરેક વર્ગને ચાહક બનાવે છે.

Niraj Patel