43મી વાર કાશીમાં પહોંચ્યા PM મોદી, મધ્ય રાત્રીએ જ ફોરલેન રોડ ઉપર ગાડીમાંથી ઉતરી ગયા, 14 મિનિટ સુધી પગપાળા કરી સફર, અને પછી… જુઓ
PM Modi Come To Varanasi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીને કરોડો રૂપિયાની ભેટ આપવા વારાણસી પહોંચ્યા છે. બનારસ પહોંચતાની સાથે જ પીએમ મોદીની એક્શન દેખાઈ હતી અને તેઓ અડધી રાત્રે નિરીક્ષણ કરવા રોડ પર આવી ગયા હતા. આ દરમિયાન તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. PM મોદી ગુજરાતથી વારાણસી પહોંચ્યા કે તરત જ PM મોદીએ સૌથી પહેલા કામને પ્રાથમિકતા આપી અને તેમણે લગભગ 11 વાગ્યે વારાણસીના શિવપુર-ફુલવરિયા-લહરતરા રોડનું નિરીક્ષણ કર્યું.
અડધી રાત્રે રોડની મુલાકાત :
પીએમ મોદી અડધી રાત્રે ફુલવરિયા ફોર લેન રોડ પર કારમાંથી નીચે ઉતર્યા હતા. સીએમ યોગી આદિત્યનાથ સાથે 14 મિનિટ સુધી 1.25 કિમી ચાલ્યા અને કાશીના વિકાસ સાથે સંબંધિત અપડેટ્સ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતે વારાણસી આવ્યા છે. પીએમના સ્વાગત માટે વાતપુર ચારરસ્તા પર રામદરબાર બનાવવામાં આવ્યો હતો. એરપોર્ટથી ગેસ્ટ હાઉસ સુધી કાશીના લોકોએ તેમના સાંસદનું જય શ્રી રામ અને હર હર મહાદેવના નાદ સાથે સ્વાગત કર્યું.
લોકોનું કર્યું અભિવાદન :
ફુલવરિયા ફોર લેન રોડનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ રસ્તાએ શહેરના દક્ષિણ ભાગમાં રહેતા લગભગ 5 લાખ લોકોને મદદ કરી છે, જેઓ વારાણસી એરપોર્ટ, લખનૌ, આઝમગઢ અને ગાઝીપુર તરફ મુસાફરી કરવા માગે છે. આનો સીધો ખ્યાલ મેળવવા માટે પીએમ મોદી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અડધી રાત્રે ત્યાં પહોંચ્યા હતા. જ્યારે વડા પ્રધાન ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે બાળકો, ગૃહિણીઓ અને પુરુષોને તેમના ઘરની બહાર અથવા તેમના ધાબા પર જોયા. આ પછી વડાપ્રધાને હાથ હલાવીને ત્યાં હાજર લોકોનું અભિવાદન કર્યું હતું.
43મી વાર પહોંચ્યા કાશી :
એટલું જ નહીં, 360 કરોડના ખર્ચે બનેલો આ રોડ બનારસ હિંદુ યુનિવર્સિટી અને વારાણસી એરપોર્ટ વચ્ચેનો પ્રવાસ સમય 75 મિનિટથી ઘટાડીને 45 મિનિટ કરે છે. એ જ રીતે, તે લહરતારા અને કાચરી વચ્ચેનો મુસાફરીનો સમય પણ 30 મિનિટથી ઘટાડીને 15 મિનિટ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાત્રે 10 વાગ્યે 43મી વખત વારાણસી પહોંચ્યા હતા. વાતપુર એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું. પીએમ 28 કિલોમીટરનું અંતર કાપીને બારેકા ગેસ્ટ હાઉસ પહોંચ્યા. એરપોર્ટ અને બારેકા ગેસ્ટ હાઉસ વચ્ચે છ સ્થળોએ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Upon landing in Kashi, inspected the Shivpur-Phulwaria-Lahartara Marg. This project was inaugurated recently and has been greatly helpful to people in the southern part of the city. pic.twitter.com/9W0YkaBdLX
— Narendra Modi (@narendramodi) February 22, 2024