કમલા હૈરિસના સ્ટેટ લંચમાં PM મોદીએ ખાધી ખિચડી…સમોસા, કેરીનો હલવો અને મસાલેદાર ચા પણ સામેલ…જુઓ મેન્યુ ચાર્ટ

ભિંડી, રબડી અને મસાલા ચા…PM મોદી માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના લંચમાં શું-શું સર્વ કરાયુ, જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસ અમેરિકાના પ્રવાસે હતા, જ્યાં તેમણે ગુરુવારના રોજ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના બુલાવા પર વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરમાં ભાગ લીધો હતો. અહીં અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાઇડને મોદી માટે શુદ્ધ શાકાહારી ભોજન તૈયાર કરાવ્યુ હતુ. તે બાદ બીજા દિવસે એટલે કે શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ અને વિદેશ મંત્રી એંટની બ્લિંકનના બોલાવવા પર પીએમ મોદી સ્ટેટ લંચમાં સામેલ થયા હતા.

અહીં પણ PMના ખાવાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ. પીએમને જે વ્યંજન પીરસવામાં આવ્યા તે તેમની ફેવરેટ ડિશ હતી, જેને ખાસ તૈયાર કરવામાં આવી હતી. અમેરિકી વિદેશ વિભાગના લંચમાં PM મોદીને સમોસા, ખીચડી, કેરીનો હલવો અને મસાલા ચા પીરસવામાં આવી.

જણાવી દઈએ કે પીએમ મોદીને ખીચડી ખૂબ જ પસંદ છે અને સમોસા પણ ઘણા પસંદ છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હૈરિસ અને સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન દ્વારા આયોજિત લંચ મેનૂમાં ક્લાસિક ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી. આ વાનગીઓ ભારતીય મૂળના શેફ મેહરવાન ઈરાનીએ તૈયાર કરી હતી. ઈરાની અમેરિકાના પ્રખ્યાત શેફ અને રેસ્ટોરન્ટના માલિક છે.

તેમણે કહ્યું કે અમેરિકામાં ભારતીય ખોરાક વિશેની ધારણાઓ બદલાઈ રહી છે. મહારાષ્ટ્રના અહમદનગરમાં જન્મેલા ઈરાની 20 વર્ષની ઉંમરે યુ.એસ. ગયા હતા. મેનુ ચાર્ટ મુજબ, તૈયાર કરેલા સમોસાને પાલક, પીસેલા-ફૂદીનાના પેસ્ટ સાથે ટેસ્ટ કરવામાં આવ્યુ હતુ અને ખીચડી પણ સ્વાદિષ્ટ બનાવવામાં આવી હતી. તેને બાજરી, મસૂર દાળ, મસાલાદાર ભિંડા, દહીં, ફિંગર લાઇમ, ચાણના લોટના સોસ અને ધનિયા તેલથી તૈયાર કરવામાં આવી હતી.

ત્યાં કેરીના હલવામાં પારલે-જી બિસ્કિટ ક્રસ્ટ, કેસર કેરી, ઇલાયચી, આદુ, રબડી ક્રીમ, ચાંદીના પાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લંચ બાદ મહેમાનોએ પીએમ સાથે સેલ્ફી પણ લીધી હતી. બપોરના ભોજન દરમિયાન સંગીતનો કાર્યક્રમ પણ યોજાયો હતો. રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા આયોજિત સ્ટેટ ડિનરમાં મોટા અનાજથી બનેલ ખાવાનું, ખાસ બાજરી, મકાઇ ગિરી સલાડ અને ભરવાં મશરૂમ પીરસવામા આવ્યા હતા.

આ સ્ટેટ ડિનરમાં ભારત અને અમેરિકાના 400 દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડિનરમાં પટેલ રેડ બ્લેન્ડ 2019 નામનો વાઈન પણ પીરસવામાં આવી હતી. વ્હાઇટ હાઉસ દ્વારા રાજ પટેલને રાત્રિભોજન માટે તેમની વાઇનરીમાંથી રેડ વાઇન આપવાનું કહેવામાં આવ્યું હતું. મેનુમાં પ્રથમ કોર્સ ભોજનમાં મેરીનેટેડ મિલેટ, લેમન-ડિલ યોગર્ટ સોસ, ગ્રીલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ તરબૂચ અને ટેન્ગી એવોકાડો સોસનો સમાવેશ થાય છે.

જ્યારે મુખ્ય કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી કેસર ઇન્ફ્યુઝ્ડ રિસોટ્ટો સામેલ છે. આ ઉપરાંત સુમેક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વોશ પણ મહેમાનોને પીરસવામાં આવ્યા હતા. સ્ટેટ ડિનરમાં દેશની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

Shah Jina