‘પૈસા શું ઝાડ પર ઉગે છે ?…’ આખરે મળી જ ગયુ પૈસાનું ઝાડ, જેના પર લાગે છે સિક્કા- જુઓ વીડિયો

કંઇક આવું છે ‘પૈસાનું ઝાડ’, આ ટેક્નિકથી પૈસા નીકાળે છે લોકો- જુઓ વીડિયો

ઘણીવાર જ્યારે કોઈ વ્યક્તિ પૈસા માંગે છે, ત્યારે લોકો કટાક્ષમાં કહેતા હોય છે કે, મારી પાસે પૈસાનું ઝાડ નથી અથવા તો એવું કહે છે કે પૈસા ઝાડ પર ઉગે છે… જો કે, એ સાચું છે કે પૈસાનું ઝાડ નથી હોતુ. પરંતુ ઘણીવાર દુનિયામાં ઘણી એવી વસ્તુઓ જોવા મળે છે, જેના પર એક વખત વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઇ કોઇ પણ કહેશે કે ખરેખર પૈસાનું ઝાડ હોય છે.

આખરે મળી જ ગયુ પૈસાનું ઝાડ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે, જે કથિત રીતે બિહારના રાજગીરનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક લોકો ઝાડ પરથી સિક્કા કાઢી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એક ‘મની ટ્રી’ છે. આ લેટેસ્ટ વાયરલ વીડિયોમાં કેટલાક લોકો ઝાડના થડમાં પથ્થરો મારીને સિક્કા કાઢી રહ્યા છે. એવું લાગે છે કે જાણે આ સિક્કા ઝાડ પર ઉગ્યા હોય. જો કે, આ વૃક્ષ વિશે એવી માન્યતા છે કે તેના થડમાં સિક્કા લગાવવાથી મનોકામના પૂર્ણ થાય છે.

વૃક્ષનું થડ ટોચ સુધી સિક્કાઓથી ભરેલું છે

આ જ કારણ છે કે લોકો દાયકાઓથી આ વૃક્ષના થડમાં સિક્કાઓ દાટી રહ્યા છે. વૃક્ષનું થડ ટોચ સુધી સિક્કાઓથી ભરેલું છે. જ્યારે એક યુઝર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો તો લોકોએ કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ કોમેન્ટમાં લખ્યું કે આખરે તેમણે પૈસાનું ઝાડ જોયું. જો કે કેટલાક તો કહ્યુ કે સિક્કા પાછા ખેંચવા એ લોકોની આસ્થાની મજાક ઉડાવવા સમાન છે.
આ વીડિયો અને માહિતીની પુષ્ટિ ગુજ્જુરોકસ નથી કરતું.આ વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.

Shah Jina