નવા વર્ષે ઘરે વાવો આ 2 છોડ, થશે ધનવર્ષા, બદલાઈ જશે કિસ્મત

ભારતમાં વર્ષોથી વૃક્ષો અને નાના છોડને મહત્વ આપવામા આવે છે. તેમાંથી કેટલાકની તો આપણે પૂજા પણ કરીએ છીએ. છોડથી ઘરમાં શુદ્ધ હવા રહે છે અને વાતાવરણ પણ પવિત્ર રહે છે. નકારાત્મકતા દૂર થાય છે અને લોકોના જીવનમાં પોઝિટિવિટી બની રહે છે. કેટલાક છોડ ઘરમાં રાખવાથી આર્થિક પ્રગતિ થાય છે અને કુટુમ્બના સભ્યોમાં પ્રેમ વધે છે. તો આજે અમે તમને બે એવા છોડ વિશે જણાવીશું જેને ઘરમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આસોપાલવનો છોડ ઘરમાં વાવવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. આ ઉપરાંત લોકોના મનમાં સારા વિચારોનો પણ સંચાર થાય છે. તેથી દરેક ઘરના આંગણે આસોપાલવનો છોડ લગાવવો જોઈએ.

જો તમારે આસોપાલવના છોડ કોઈ બગીચામાં લગાવવા હોય તો થોડા થોડા અંતરે લગાવો. આ છોડના કારણે લોકોનો શોક અને દુખ દૂર થાય છે. મનને શાંતિ મળે છે. ધંધામાં વૃદ્ધિ માટે આસોપાલવનો છોડ ખુબ જ ફાયદા કારક છે. આ ઉપરાંત આ છોડના બીજને લાલ કપડામાં બાંધીને ઓફીસ અથવા ફેક્ટરીની જગ્યાએ રાખવાથી ફાયદો થાય છે.

આ ઉપરાંત આંબળાના વૃક્ષને પણ ખુબ જ ભાગ્યશાળી માવવામાં આવે છે. તેને ઘરના આંગણે રોપવાથી સુખશાંતિની સાથે સાથે ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. એવી પણ માન્યતા છે કે જેમ જેમ આંબળાનું વૃક્ષ મોટુ થાય છે તેમ તેમ ઘરમાં સંપત્તિ વધતિ જાય છે. આ ઉપરાંત ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીના આશિર્વાદ પણ મળે છે.


આંબળા અને આસોપાલવના છોડના થડ પાસે ક્યારેય કચરો જમા ન થવા દો. આ બન્ને છોડને તમારે એક મંદિરની જેમ જ માનવાના છે કારણ કે તેનાથી ઘરમાં સારા વિચારો અને ધનમાં વૃદ્ધિ થાય છે.

YC