વડોદરા: 2 વર્ષના બાળકને મૂકીને ઘરેથી જતા રહ્યા PIના પત્ની સ્વીટી પટેલ, આટલા દિવસથી કરી રહી છે પોલિસ તપાસ

પોલીસ તંત્રમાં SOG શાખા અને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા PI દેસાઇના પત્ની સ્વીટીબેન પટેલ 1 માસથી ગુમ થઇ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે 11 જૂનના રોજ સ્વીટીબેનના પતિ અજય દેસાઇએ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, 6 જૂનની રાત્રે સ્વીટી પટેલ કોઈ કારણોસર જતા રહ્યા હતા અને તે બાદ આજ સુધી તેમના કોઈ સમાચાર મળ્યા નથી. આ બાબતે પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. તેમને ગુમ થયાના 24 દિવસથી વધુનો સમય થઇ ગયો છે, પરંતુ તેમની કોઇ ભાળ મળી નથી.

હવે આ બાબતે પોલીસને PIના પત્ની રાત્રે 9-10 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળ્યા હોવાના ફૂટેજ મળ્યા છે. જયારે PIનું કહેવું છે કે, તેમની પત્ની રાત્રે 1 વાગ્ગા બાદ ગુમ થઇ હતી. હવે તેમનો કોઇ પત્તો ન મળતા આખરે પોલિસે તેમના પેમ્પલેટ છપાવીને જાહેરાત આપી છે અને તેમના વિશે કોઇ પણ માહિતી મળે તો તે જણાવવાની અપીલ પણ કરી છે. પોલીસ સ્વીટી પટેલની શોધ કરી રહી છે અને શહેરોમાં તેઓ જોવા મળ્યા હોવાના પણ પોલીસને 40થી વધુ રોજના ફોન મળી રહ્યા છે. પોલિસ પણ ત્યાં જઇને તપાસ કરી રહી છે પરંતુ હજી સુધી તેઓની ભાળ મળી નથી.

દિવ્ય ભાસ્કરને મળેલ માહિતી અનુસાર, કરજણની પ્રયોશા નામની સોસાયટીમાંથી પીઆની પત્ની રાત્રે 9-10 વાગ્યા આસપાસ કોઇ કારમાં બેસીને જતા જોવા મળી રહ્યા છે. આ સીસીટીવી ફુટેજ પોલિસે કબ્જે કર્યા છે.

PIની પત્ની 9-10 વાગ્યાના અરસામાં સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહી છે અને હવે સવાલ એ છે કે, પીઆઇએ કેમ તેમના ગુમ થયાનો સમય 1 વાગ્યાનો કહ્યો. સોસાયટી પાસે 15 દિવસના ફુટેજ હોવાથી પોલિસ વધુ વિગતો શોધી રહી છે. કરજણ પોલિસની તપાસમાં સામે આવ્યુ કે, તેઓ તેમના 2 વર્ષના બાળકને અને મોબાઇલ ફોનને મૂકીને ગયા હતા જેથી તેમની ઘરેથી નીકળવાનું કારણ પણ જાણવા મળ્યુ નથી.

હવે સવાલ એ પણ ઊભો થાય છે કે, સ્વીટી પટેલ 5 જૂનની રાત્રે જ જતા રહ્યા હતા અને આ બાબતે ફરિયાદ 11 જૂનના રોજ કેમ નોંધાવવામાં આવી. પીઆઇ અને તેમની પત્ની સ્વીટી પટેલના પ્રેમ લગ્ન હોવાનું પણ પોલિસને જાણવા મળ્યુ હતુ.

Shah Jina