દીકરો હોય તો આવો…! પૂરુ કર્યુ માતાનું સપનું, પોતાના પ્લેનમાં બેસાડી પાયલટ દીકરો લઇ ગયો મક્કા

પાયલટ દીકરાએ પૂરુ કર્યુ માતાનું સપનું, પોતાના જ પ્લેનમાં બેસાડી લઇ ગયો મક્કા, વાંચો દિલને સ્પર્શી જાય તેવી કહાની

બધા માતા-પિતા ઇચ્છે છે કે તેમનું બાળક જીવનમાં સફળ થાય અને તેમના બધા સપના પૂરા કરે. પોતાના બાળકોના જીવનને સારુ બનાવવા અને તેમના લક્ષ્યો પૂરા કરવામાં મદદ કરવા માટે માતા-પિતા પણ ત્યાગ કરવાથી પાછળ નથી હટતા. માતા-પિતાએ તેમના બાળકો માટે જે કંઇ પણ કર્યુ છે તેનો રોજ બાળકોએ આભાર વ્યક્ત કરવો જોઇએ. જો કે, આટલું પણ પૂરતુ નથી. ત્યારે હાલમાં એક મા-દીકરાની દિલને સ્પર્શી જાય તેવી કહાની સામે આવી છે, જેણે બધાનું દિલ જીતી લીધુ છે.

આ કહાની એક મહિલાની છે જે ઈચ્છતી હતી કે તેનો દીકરો મોટો થઈને પાયલટ બને અને તેને એક દિવસ પ્લેનમાં મક્કા લઈ જાય. ઘણા વર્ષો પછી યુવકે તેની માતાનું સ્વપ્ન સાકાર કર્યું. એક ટ્વિટર પોસ્ટમાં યુઝર આમિર રાશિદે પાયલટની તસવીર અને તેની માતાએ વર્ષો પહેલા લખેલી નોટ શેર કરી છે. આ સાથે કેપ્શનમાં લખ્યુ છે- “મારી માતાએ સ્કૂલ માટે એક કાર્ડ લખ્યું અને તે મારા પર લટકાવ્યું, અને મને કહેતી:

‘જ્યારે તું પાયલટ બને ત્યારે મને તારા વિમાનમાં મક્કા લઈ જજે.’ આજે મારી માતા પવિત્ર કાબાના યાત્રિકોમાંની એક છે અને હું વિમાનનો પાયલટ છું.” આ પોસ્ટ જયારથી કરવામાં આવી ત્યારથી તેને 20,000થી વધુ લાઈક્સ અને 23,000 થી વધુ રીટ્વીટ મળી છે. સોશિયલ મીડિયા યુઝર્સે પ્રેરક પોસ્ટને લાઈક કરી અને પાયલોટ પર તેની માતાના સપનાને સાકાર કરવા બદલ પ્રેમ વરસાવ્યો.

એક યુઝરે લખ્યું, ‘હું ખરેખર રડી રહ્યો છું. આ ખૂબ જ સુંદર છે.” બીજાએ લખ્યુ, “વિશ્વાસ શક્તિશાળી છે, અને માતાપિતાના આશીર્વાદ પણ એટલા જ શક્તિશાળી છે.” ત્રીજાએ લખ્યુ, “જો તમે તમારું મન બનાવશો તો તમારા સપના હંમેશા સાચા થાય છે.” ગયા મહિને, એક આવી જ ઘટનાએ ઈન્ટરનેટને ઈમોશનલ કરી દીધું જ્યારે એક પુત્રએ તેના 59માં જન્મદિવસે તેના પિતાને ડ્રીમ બાઈક આપીને ચોંકાવી દીધા.

Shah Jina