191 લોકોની જિંદગી બચાવનારી મહિલા કપ્તાનની સોશિયલ મીડિયામાં થઇ રહી છે ખુબ જ પ્રસંશા, લોકો કરી રહ્યા છે સલામ

બિહારના પટના એરપોર્ટ પર રવિવારે મોટી દુર્ઘટના ટળી હતી. સ્પાઈસ જેટના વિમાનમાં પક્ષી હવામાં અથડાયા બાદ આગ લાગી હતી, જેના કારણે તેનું એક એન્જિન બંધ થઈ ગયું હતું. આ પછી, વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને ઘણા ક્રૂ સહિત 191 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પાયલોટ મોનિકાની દેશભરમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે.

સોશિયલ મીડિયામાં વિમાનમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેનમાંથી આગના તણખા નીકળતા જોવા મળી રહ્યા છે. આ કટોકટીની પરિસ્થિતિમાં પાઇલટે જે રીતે પ્લેનનું લેન્ડિંગ કરાવ્યું અને સમજદારી બતાવી તે પ્રશંસનીય છે.

વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ લેન્ડિંગમાં ફ્લાઈટ પાઈલટ મોનિકા ખન્નાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના હાથમાં ફ્લાઈટની કમાન હતી તે છે કેપ્ટન મોનિકા ખન્ના. તેમના સહયોગી બલપ્રીત સિંહ ભાટિયા હતા. બંનેએ ગભરાયા વિના ફ્લાઈટનું સફળ લેન્ડિંગ કર્યું.

મોનિકા ખન્નાને ફરવાનો અને તસવીરો ખેંચવાનો શોખ છે. તેના ઈન્સ્ટાગ્રામ આઈડી પર આવી ઘણી તસવીરો છે, જેમાં તે ટ્રાવેલ કરતી જોવા મળી રહી છે. યુવાન પાઈલટ જેટલી સુંદર છે તેટલી જ હિંમતવાન પણ છે. તે અભિનેત્રીથી ઓછી નથી લાગતી.

પ્લેન એરપોર્ટ પર લેન્ડ થયા બાદ લોકોએ બનાવેલા વીડિયોમાં એન્જિનમાંથી સ્પાર્ક નીકળતી જોવા મળી હતી. એરપોર્ટ ઓથોરિટીને ઈમરજન્સી લેન્ડિંગ અંગે જાણ કરવામાં આવી હોવાથી ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ત્યાં તૈનાત કરવામાં આવી હતી. આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી.

સ્પાઈસજેટે પણ કેપ્ટન મોનિકા ખન્નાના વખાણ કર્યા છે. સ્પાઈસ જેટના હેડ ઓફ ફ્લાઈટ ઓપરેશન્સ ગુરચરણ અરોરાએ જણાવ્યું હતું કે મોનિકાએ વિમાનના કો-પાઈલટ બલપ્રીત સિંહ ભાટિયા સાથે મળીને વિશ્વાસ સાથે વિમાનને રનવે પર લેન્ડ કર્યું હતું. તે સમગ્ર સમય દરમિયાન શાંત રહ્યા અને વિમાનને સારી રીતે સંભાળ્યું. તેઓ અનુભવી અધિકારીઓ છે અને અમને તેમના પર ગર્વ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં પ્લેનમાં આગ લાગવાની ઘટનાનો એક વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે પ્લેન ટેક ઓફ  થવાની સાથે જ તેના એન્જીનમાં સ્પાર્ક થતો દેખાતો હતો. આકાશમાં પણ પ્લેન ઉડતા એન્જીનમાંથી આગ દેખાઈ રહી હતી અને વીડિયો ઉતારનારા પણ ક્રેશ  થવાનું અનુમાન લગાવી રહ્યા હતા. પરંતુ પાયલોટની સુઝબુઝ અને સમજદારીએ કોઈનો વાળ પણ વાંકો ના થવા દીધો.

Niraj Patel