દિલ્હીથી શ્રીનગર જતી ફલાઇટમાં પાયલોટે હિન્દી કવિતા દ્વારા પેસેન્જરનું કર્યું વેલકમ, છોકરીઓ થઇ ગઈ ઈમ્પ્રેસ, પેસેન્જર પણ પેટ પકડી હસવા લાગ્યા

દિલ્હીથી શ્રીનગર જતી ફલાઇટમાં પાયલોટે હિન્દી કવિતા દ્વારા પેસેન્જરનું કર્યું વેલકમ, છોકરીઓ પણ થઇ ગઈ ઈમ્પ્રેસ, જુઓ વીડિયો

મોટાભાગના લોકોએ પ્લેનની મુસાફરી તો કરી જ હશે અને જેણે નહિ કરી હોય તેણે ફિલ્મોમાં અને વીડિયોમાં પ્લેનની મુસાફરીના વીડિયો જોયા હશે. પસેન્જર જયારે પ્લેનમાં બેસે છે, ત્યારે સ્ટાફ અને પાયલોટ દ્વારા પ્લેનની અંદર તેમનું વેલકમ કરવામાં આવે છે, જેના બાદ તે પોતાની સીટ પર બેસી જાય છે અને પછી પ્લેન ઉડાન ભરે એ પહેલા પાયલોટ દ્વારા કેટલીક સલાહ અને સૂચનો આપવામાં આવે છે.

ત્યારે હાલ એવા જ એક સલાહ-સૂચનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મોટાભાગે તમે આવી જાહેરાત અંગ્રેજીમાં જ થતી સાંભળી હશે અને એક સરખી જ. બસ ખાલી સ્થળ અને કેટલીક વિગતો બદલાય છે. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં પાયલોટ દ્વારા એવી રીતે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે પેસેન્જર પણ હેરાન રહી ગયા.

(પ્રતીકાત્મક તસવીર)

આ ઘટનાનો વીડિયો એક મહિલા મુસાફરે પોતે શેર કર્યો છે. આ ફ્લાઈટ દિલ્હીથી શ્રીનગર જઈ રહી હતી. આ દરમિયાન પાયલોટે જાહેરાત શરૂ કરી અને કવિના રૂપમાં જાહેરાત સંભળાવીને મુસાફરોના દિલ જીતી લીધા. એટલું જ નહીં, આ સિવાય આખી ફ્લાઈટની અંદર હાસ્યના ફુવારા ઉડ્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

વીડિયોમાં સાંભળી શકાય છે કે પાયલોટ કહી રહ્યો છે કે “હવેથી દોઢ કલાકમાં થશે ગંતવ્ય માટે પ્રસ્થાન, તો જરા આપો તમારા શરીરને આરામ અને ના કરો ધુમ્રપાન, નહીતો દંડનીય થઇ શકે છે અંજામ. જો ઊંચાઈની વાત કરવામાં આવે તો થશે 36 હજાર ફૂટ પર મુકામ, કારણ કે જો વધારે ઉપર ગયા તો જોવા મળી શકે છે ભગવાન..”

પાયલોટ આગળ કહે છે કે, “800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડશે વિમાન, ઠંડી ત્યાં હશે બહુ, શૂન્યથી 45 ડિગ્રી હશે તાપમાન, વાતાવરણ જો ખરાબ હોય તો બાંધીને બેડિંગ કરજો વિશ્રામ.” આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થવા લાગ્યો, લોકો પણ પાયલોટના આ એનાઉસમેન્ટને ખુબ જ પસંદ કરવા લાગ્યા અને કોમેન્ટમાં પોતાના પ્રતિભાવ આપવા માટે પણ મજબુર બની ગયા.

Niraj Patel