ડોકટરોએ કર્યું ગજબનું કામ, દુનિયામાં પહેલીવાર માણસના શરીરમાં ફિટ કર્યું ભૂંડનું હૃદય અને પછી જે પરિણામ આવ્યું તે જોઈને હેરાન રહી જશો

દુનિયાની અંદર ઘણા બધા ડોક્ટર અને વૈજ્ઞાનિકો એવા છે જે રોજ કંઈકને કંઈક આવિષ્કાર કરતા હોય છે,ઘણીવાર તેમને આ કામની અંદર સફળતા મળતી હોય છે અને તે એક અજાયબી પણ સર્જતાં હોય છે, હાલ હાલ એવી જ એક ઘટનાની ચર્ચાઓ દુનિયાભરમાં થઇ રહી છે, જેમાં ડોકટરોએ માણસના શરીરમાં ભૂંડનું હૃદય ફિટ કર્યું છે.

આ કારનામું અમેરિકાના ડૉક્ટરોએ કર્યું છે, જેમણે 57 વર્ષના વ્યક્તિમાં ભૂંડનું હૃદય સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની અછત સામે ઝઝૂમી રહેલી દુનિયાને એક નવી આશા આપવાનું પગલું મેડિકલ જગતમાં તેને ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. અંગ પ્રત્યારોપણના અભાવે વિશ્વભરમાં દરરોજ સેંકડો લોકો મૃત્યુ પામે છે.

07 જાન્યુઆરીના રોજ યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિસિન (UMM) ના ડોકટરોએ ડુક્કરનું હૃદય મેરીલેન્ડના 57 વર્ષીય ડેવિડ બેનેટમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું. વિશ્વમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ડુક્કરનું હૃદય માનવમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય. ભૂતકાળમાં ડુક્કરના હૃદયના વાલ્વનો ઉપયોગ માનવ વાલ્વને બદલવા માટે કરવામાં આવ્યો હોવા છતાં આ પ્રથમ વખત છે જ્યારે ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

અમેરિકાના ડેવિડ બેનેટ નામના વ્યક્તિ કે જેમાં ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, તેની પાસે જીવિત રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.  હૃદયની નિષ્ફળતા અને અસામાન્ય ધબકારાનાં કારણે,બેનેટમાં માનવ હૃદયનું પ્રત્યારોપણ શક્ય નહોતું. બેનેટનો જીવ બચાવવા માટે આખરે ડોકટરોએ ડુક્કરના હૃદયને ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો.

બેનેટે કહ્યું, “તે એવું હતું કે કાં તો મરી જવું અથવા તેને ટ્રાન્સપ્લાન્ટ કરવું. મારે જીવવું છે. હું જાણું છું કે તે અંધારામાં તિર મારવા જેવું છે, પરંતુ તે મારી છેલ્લી પસંદગી હતી.” ડેવિડ બેનેટમાં ભૂંડનું  હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના ત્રણ દિવસ બાદ બેનેટની તબિયત સારી છે અને ટ્રાન્સપ્લાન્ટ કરાયેલ ભૂંડનું હૃદય સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. આ હૃદય માનવ હૃદયની જેમ જ ધબકારા અને દબાણ બનાવે છે.

Niraj Patel