40 કરતા પણ વધારે વર્ષ પહેલા શેર ખરીદી ભૂલી ગયો હતો વ્યક્તિ, આજે 1440 કરોડ કિંમત? આ મામલે નવો ખુલાસો થયો

કિસ્મતનો ખેલ : 43 વર્ષ પહેલા 3500 શેર ખરીદી ભૂલી ગયા હતા બાબુ જોર્જ વાલાવી, હવે કિંમત 1448 કરોડ રૂપિયા, પણ હવે આ મામલે થયો નવો ધડાકો, જાણીને ચકરાઈ જશો

આને કહેવાય ઉપરવાળો જ્યારે પણ આપે છે ત્યારે છપ્પરફાડ આપે છે. કેરળમાં કોચ્ચિના બાબુ જોર્જ વાલાવી 43 વર્ષ પહેલા એક કંપનીના 3500 શેર ખરીદી ભૂલી ગયા હતા, જેની કિંમત હવે 1448 કરોડ રૂપિયા થઇ ગયા છે, પણ હવે કંપની તેમને પૈસા આપવા નથી માગતી.આ માટે 74 વર્ષિય બાબુ અને તેના પરિવારના સભ્ય મામલાને ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (સેબી) પાસે લઇ ગયા છે. તેમણે દાવો કર્યો છે કંપનીના શેરના અસલી માલિક તે છે, પણ કંપની તેમને રકમ આપવામાં આનાકાની કરી રહી છે. બાબુએ આશા વ્યક્ત કરી કે તેમને સેબી તરફથી ચોક્કસપણે ન્યાય મળશે.

બાબુ જોર્જ વાલાવીએ દાવો કર્યો કે 1978માં તેમણે મેવાડ ઓઈલ એન્ડ જનરલ મિલ્સ લિમિટેડના 3500 શેર ખરીદ્યા હતા. તે સમયે તે રાજસ્થાનના ઉદયપુરની અનલિસ્ટેડ કંપની હતી. બાબુ જોર્જ 2.8% હિસ્સો ધારક બન્યા. કંપનીના સ્થાપક અધ્યક્ષ પીપી સિંઘલ અને બાબુ દોસ્ત હતા. કંપની અનલિસ્ટેડ હતી અને કોઈ ડિવિડન્ડ ચૂકવતી ન હતી, તેથી પરિવાર તેમના રોકાણ વિશે ભૂલી ગયો હતો. 2015માં તેમને આ રોકાણ યાદ આવ્યું અને તપાસ કરી.

File Pic

તપાસ દરમિયાન બાબુને ખબર પડી કે કંપનીએ તેનું નામ બદલીને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ કરી દીધું છે અને તે લિસ્ટેડ કંપની બની ગઈ છે. બાબુએ તેના શેરને ડીમેટ એકાઉન્ટમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ કર્યો અને એક એજન્સીનો સંપર્ક કર્યો. એજન્સીએ બાબુને કંપનીનો સીધો સંપર્ક કરવા કહ્યું. કંપનીએ બાબુને કહ્યું કે તે કંપનીનો શેરધારક નથી અને તેના શેર 1989માં અન્ય કોઈને વેચવામાં આવ્યા હતા. બાબુનો આરોપ છે કે પીઆઈ ઈન્ડસ્ટ્રીઝે ડુપ્લિકેટ શેરનો ઉપયોગ કરીને તેના શેર ગેરકાયદેસર રીતે કોઈ અન્યને વેચ્યા હતા.

2016માં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝે બાબુને મધ્યસ્થી માટે દિલ્હી બોલાવ્યા હતા, પરંતુ બાબુએ ના પાડી હતી. આ પછી કંપનીએ બાબુના દસ્તાવેજો તપાસવા માટે બે વરિષ્ઠ અધિકારીઓને કેરળ મોકલ્યા. કંપનીએ સ્વીકાર્યું કે બાબુ પાસે રહેલા દસ્તાવેજો સાચા છે, પરંતુ તેણે કોઈ પગલાં લીધાં નથી. બાબુએ આ અંગે સેબીને ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ જણાવ્યું હતું કે પરિવારે 2018, 2019 અને 2021માં સેબીને આ જ મુદ્દા પર ત્રણ ફરિયાદો નોંધાવી કહ્યું હતું કે સેબીએ કંપનીની તરફેણમાં બધી ફરિયાદો બંધ કરી દીધી હતી.

પીઆઈ ઈન્ડસ્ટ્રીઝે કહ્યું કે વાલાવી પરિવારે સેબીના નિર્ણયને પડકાર્યો પણ નથી. પરિવારે તેમના કથિત શેરનું મૂલ્ય રૂ. 1,448 કરોડ આંક્યું છે અને આ અંગે કોઈ તર્ક આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના કંપની સેક્રેટરીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યારે પરિવારે 1978માં અમારા શેર ખરીદ્યા ત્યારે તેમનું હોલ્ડિંગ કુલ રૂ. 11.90 લાખની પેઇડ-અપ મૂડીના 2.8% હતું. જો કે 1988-89 સુધીમાં, 1978ની આસપાસ તેમના શેરનું વેચાણ, તેમનું હોલ્ડિંગ ઘટીને 0.88 ટકા થઈ ગયું હતું કારણ કે પરિવારે કંપની દ્વારા હાથ ધરાયેલા ત્રણ રાઈટ્સ ઈસ્યુ માટે સબસ્ક્રાઈબ કર્યું ન હતું.

File Pic

જો પરિવારે શેરો જાળવી રાખ્યા હોત તો પણ આવો શેરહોલ્ડિંગ વર્તમાન પેઇડ-અપ કેપિટલ રૂ. 15.17 કરોડમાં ઓછો હોત. એટલે વાલાવી પરિવારે જે કથિત ઈક્વિટી હોલ્ડિંગની કિંમત રૂ.1,448 કરોડ હોવાનો ખોટો દાવો કર્યો છે, તે મીડિયાનું ધ્યાન ખેંચવા માટે કર્યો છે. પીઆઈ ઈન્ડસ્ટ્રીઝે એ દાવાને નકારી કાઢ્યો હતો કે કંપનીના બે વરિષ્ઠ અધિકારીઓ વર્ષ 2016માં સમાધાન માટે તેમને મળ્યા અને કહ્યું કે તે હકીકતોનું સંપૂર્ણ ખોટું અર્થઘટન હતું.

કંપનીએ જણાવ્યું હતું કે કંપનીના બે અધિકારીઓ કે જે કેરળના બિઝનેસ ટ્રીપ પર હતા તેઓ પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનની વિનંતી મુજબ બાબુને સૌજન્ય કૉલ પર મળ્યા હતા. PI ઈન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં જણાવ્યુ હતું કે તેણે મીડિયામાં અચોક્કસ અહેવાલો પ્રકાશિત કરવા માટે 20 સપ્ટેમ્બર 2021ના ​​રોજ વાલાવી પરિવાર સામે કાનૂની નોટિસ જારી કરી અને તેમના વિરુદ્ધ કપટપૂર્ણ અને દુષ્પ્રેરિત પર એફઆઈઆર નોંધવામાં આવી છે.

Shah Jina