ફિઝિક્સવાલાના CEOએ કરી લીધા પોતાની લેડી લવ જર્નાલિસ્ટ સાથે લગ્ન, શાહી ઠાઠ માઠ જોઇ આંખો પહોળી રહી જશે

ફિઝિક્સવાલાના અલખ પાંડેએ કરી લીધા તેમની સપનાની રાજકુમારી સાથે લગ્ન, રેડ લહેંગામાં હુસ્નની પરી લાગી શિવાની દુબે- જુઓ લગ્નની તસવીરો

ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ ફિઝિક્સવાલાના ફાઉન્ડર અને CEO અલખ પાંડે તેમના લગ્નને લઇને ઘણા ચર્ચામાં છે. તેણે 22 ફેબ્રુઆરીના રોજ તેના સપનાની રાજકુમારી શિવાની દુબે સાથે લગ્ન કર્યા હતા. બંનેની સાગઇ છેલ્લા મહિને દિલ્લીમાં થઇ હતી. ત્યારે ગઇકાલે જ અલખ પાંડેએ શિવાની દુબે સાથે લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

જે ઘણી વાયરલ પણ થઇ.આ તસવીરોને 2 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. લગ્નની તસવીરોમાં કપલનો રોયલ લુક જોવા મળી રહ્યો છે. અલખ પાંડે શેરવાનીમાં તો શિવાની દુબે રેડ લહેંગમાં જોવા મળી રહી છે. રેડ લહેંગામાં શિવાની એકદમ હુસ્નની પરી લાગી રહી છે. લગ્નની તસવીરોમાં બંને ઘણા જ ખૂબસુરત લાગી રહ્યા છે,

આ કપલ  તેમના પ્રેમને લગ્નનું નામ આપતા એકદમ ખુશ પણ દેખાઇ રહ્યા છે અને લગ્નની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ ઝળકી પણ રહી છે. અલખ પાંડે અને શિવાની બંને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાંથી આવે છે. શિવાની વ્યવસાયે પત્રકાર છે અને રાજકીય અને સાંસ્કૃતિક બાબતોને આવરી લે છે.

ત્યાં અલખ પાંડે યુનિકોર્ન ફિઝિક્સવાલાના CEO અને ફાઉન્ડર છે. અલખ પાંડેની સફળતા પાછળ કઠિન સંઘર્ષ છુપાયેલો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતુ કે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેનું ઘર પણ વેચી દીધુ હતુ.

આ પછી જ્યારે તે 8માં ધોરણમાં હતો, ત્યારે તેણે બાળકોને કોચિંગ શીખવવાનું શરૂ કર્યું.કૉલેજ દરમિયાન, તેણે કાનપુરના એક ખાનગી કોચિંગ સેન્ટરમાં ભણાવવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો. અલખ પાંડેની સફળતાની સફર બાળકોને કોચિંગ ભણાવવાથી શરૂ થઈ અને ત્યારબાદ તેણે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી.

તે આ ચેનલ પર તેમના આખા લેકચર્સ અપલોડ કરતો હતો. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ થોડા જ દિવસોમાં વધી ગયા અને પછી તેણે પોતાનું નવું કોચિંગ ફિઝિક્સવાલા શરૂ કર્યું, જેમાં એક મહિનામાં 10,000 બાળકોએ એડમિશન લીધું. આજે તેમની કંપનીનું ટર્નઓવર 8 હજાર કરોડનું છે.

જણાવી દઈએ કે અલખ પાંડેની ફર્મ 2017માં યુનિકોર્નની યાદીમાં સામેલ થઈ હતી. ફિઝિક્સવાલા યુટ્યુબ ચેનલ પર ભૌતિકશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર શીખવવામાં આવે છે. એવા સમયે જ્યારે ભારતના કેટલાક ટોચના એડટેક યુનિકોર્ન ફંડિંગમાં મંદીનો સામનો કરી રહ્યા હતા અને ખર્ચને પહોંચી વળવા છટણી જેવી પદ્ધતિઓ અપનાવી રહ્યા હતા.

તે સમયે ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ ફિઝિક્સવાલા સારા સમાચાર લઈને આવ્યું હતું. વર્ષ 2022માં અલખ પાંડેનું યૂટયૂબથી એક બિલિયન ડોલરના એડટેક સુધી પહોંટવાનો સફર શાનદાર રહ્યો. તે સમયે ફિઝિક્સવાલા ભારતનો 101મો યુનિકોર્ન બની ગયો હતો.

Shah Jina