ઓટીટી પર ઓછા બજેટમાં અને ઓછી સ્ટાર કાસ્ટ સાથે બનેલી વેબ સિરીઝ પણ લોકોને એટલી ગમે છે કે તેની ચારેબાજુ ચર્ચા થાય છે, તેમાંથી જ એક છે પંચાયત. હાલમાં જ થોડા સમય પહેલા પંચાયતની ત્રીજી સિઝન આવી. આવી સ્થિતિમાં શું તમે જાણો છો કે પંચાયતનું ફૂલેરા ગામ યુપીનું નહીં પરંતુ મધ્યપ્રદેશનું ગામ છે. વેબ સિરીઝનું શૂટિંગ MPમાં થયું હતું.
ખાસ વાત એ છે કે યુપીના બલિયા સ્થિત ફૂલેરા ગામ સાથે એક સીએમનું પણ ખાસ કનેક્શન છે. આ ગામમાં બે મહિનામાં સમગ્ર પંચાયત વેબ સિરીઝનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. જો કે પંચાયત વેબ સીરીઝમાં જે ફૂલેરા ગામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ નામનું ગામ રાજસ્થાનમાં પણ છે, પરંતુ આ વેબ સીરીઝનું શૂટિંગ ન તો રાજસ્થાનમાં થયું છે અને ન તો ઉત્તર પ્રદેશમાં…
જણાવી દઇએ કે, ‘ફૂલેરા’ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાદ સિંહ ચૌહાણના ગામની પાસે જ છે. આ વેબ સિરીઝનો સેટ શિવરાજ સિંહ ચૌહાણના પૈતૃક ગામથી થોડાક કિલોમીટરના અંતરે આવેલા ‘મહોડિયા’ ગામમાં તૈયાર કરવામાં આવ્યો હતો. સીએમ શિવરાજનું પૈતૃક ગામ જૈતગાંવ છે. મહોડિયા અને જૈતગાંવ બંને સિહોર જિલ્લામાં આવે છે અને બંને ગામની લોકસભા સીટ વિદિશા છે, જ્યાંથી શિવરાજ સિંહ ચૌહાણ આ લોકસભા ચૂંટણીમાં સાંસદની ચૂંટણી લડી રહ્યા છે, જે પછી આ ત્રીજો ભાગ બનાવવામાં આવ્યો છે.
પંચાયતના આ ભાગને લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ ગામમાં પૂર્વ સરપંચનું ઘર, પંચાયત ભવન અને ગામની પાણીની ટાંકી જેવી જગ્યાઓ પર વેબ સિરીઝના દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે. શૂટિંગમાં ગામના લોકો પણ મદદ માટે આગળ આવે છે, જ્યારે હવે આ વેબ સિરીઝને કારણે મહોડિયા પણ ખૂબ જ લોકપ્રિય બની છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. ગામના લોકો એ વાતે ચિંતિત છે કે ફિલ્મમાં દેખાડવામાં આવેલ ફૂલેરા ગામ ખરેખર મહોડિયા છે.
વેબ સિરીઝમાં મહોડિયા જ બતાવવામાં આવ્યું હોત તો સારું થાત. ગ્રામ પંચાયત મહોડિયાના પૂર્વ સરપંચ પ્રતિનિધિ લાલસિંહ સિસોસિયાના ઘરે પણ ‘પંચાયત’ વેબનું શૂટિંગ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે સીરીઝને કારણે ગામમાં આવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષે પંચાયત વેબ સિરીઝનો ત્રીજો ભાગ 2 મહિના સુધી શૂટ કરવામાં આવ્યો હતો. પહેલા અને બીજા ભાગનું શૂટિંગ પણ અમારા ગામમાં જ થયું હતું.